ગુજરાત પોલીસ ભરતી : પો.સ.ઇ. વર્ગ -3
મિત્રો,
ગુજરાત
પોલીસ દળમાં વર્ગ-૩ની પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (UPSI) / હથિયારી
પોલીસ સબ ઇન્સ્પેકટર (પ્લાટુન કમાન્ડર) (APSI) / ઇન્ટેલીજન્સ ઓફિસર (IO)/ બિન
હથિયારી મદદનીશ પોલીસ સબ ઇન્સ્પેકટર(UASI) / આસીસ્ટન્ટ
ઇન્ટેલીજન્સ ઓફિસર (AIO) ની ખાલી
જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પો.સ.ઇ. ભરતી બોર્ડ દ્ધારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં
આવે છે. આ તમામ સંવર્ગની સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની
પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ
તા.૨૮/૧૦/૨૦૧૬ (સવારના કલાક ૦૯.૦૦) થી તા.૧૭/૧૧/૨૦૧૬ (રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી)
દરમ્યાન ઇન્રનેટ પરhttps://ojas.gujarat.gov.in વેબસાઇટ
પર જઇ “પોલીસ
ભરતીની જાહેરાત” ના પેઇજ
પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહશે. ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ ઉકત વેબસાઇટ ઉપરથી પુરી કાળજીપૂર્વક વાંચી લેવાની રહશે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પા સે રાખવાની રહશે અને જ્યારે માંગવામાં આવે ત્યારે રજુ કરવાની રહશે. હાલ કોઇ પણ કચેરીમાં ટપાલ કે રૂબરૂમાં અરજીપત્રકો મોકલવાના રહશે નહીં તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
આ ભરતી માટે કુલ ૬૮૫ ખાલી જગ્યાની વિગતો, ઓનલાઇન ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, શારીરિક ધોરણો, પ્રિલીમીનરી પરીક્ષા, શારીરિક કસોટી, મુખ્ય લેખિત પરીક્ષા, અને અન્ય જરૂરી સૂચના ને લગતી તમામ માહિતી માટે નીચે આપેલી માર્ગદર્શક પુસ્તિકાની લિંક પર ક્લીક કરો

માર્ગદર્શક પુસ્તિકા ડાઉનલોડ કરો