પ્રથમ સત્રાંત કસોટી ૨૦૨૨
રાજ્યની તમામ માધ્યમની સરકારો, ગ્રાન્ટેડ
અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું સત્રાંત મૂલ્યાંકન
કરવા માટે સમાન પરીક્ષાનું સમયપત્રક આ સાથે સામેલ છે
જે માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની
રહેશે.
૦૧. ધોરણ ૩ થી 8 ની પ્રથમ સત્રાંત કસોટીઓ માટે દરેક વિષયનું
પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ તાલીમ
ભવનને આપવામાં આવશે. આ નિયત પરિરૂપ મુજબ
ડાયેટ દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવશે.
૦૨. સદર કસોટીમાં ધોરણ ૩ થી 8 ના
તમામ વિષયોમાં પ્રથમ સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.
૦૩. ગુજરાતી (પ્રથમભાષા), ગણિત,
વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન પર્યાવરણ વિષયની કસોટીઓ સમાન
સમયપત્રકના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓની સાથે સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ પણ નિયત
સમયપત્રકના આધારે નિયત પરિરૂપના આધારે કસોટીપત્રો તૈયાર કરવાના રહેશે. તેમજ બાકીના
વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓને સ્વૈચ્છિક રીતે પોતાની શાળા કક્ષાએ
તૈયાર કરેલ સમયપત્રકના આધારે નિયત પરિરૂપ ધ્યાને લઈ કસોટી યોજવાની રહેશે. અનુદાનિત
શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી /શાસનાધિકારીશ્રીને પ્રશ્નપત્રો માટે
નિયત કરેલ રકમ ચૂકવવાની રહેશે.
૦૪. સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રીની પાસેથી મેળવીને પોતાની
શાળામાં ઉપયોગ કરી શકશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રી
નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચુકવવાની રહેશે.
૦૫. સરકારી તેમજ અનુદાનિત પ્રાથમિક શાળાઓએ તમામ
વિષયોની સમાન કસોટીઓ
સમાન સમયપત્રકના આધારે અમલી કરવાની રહેશે.
૦૬. જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે
શાળાઓમાં તમામ ધોરણની તમામ વિષયની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે.
૦૭. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે
કસોટીપત્રો તૈયાર કરીને આપવામાં આવશે. જેમાં પેપરના પ્રૂફ, ભાષાશુદ્ધિની
જવાબદારી જિલ્લા શિક્ષણ સમિતિ - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ નગર
શિક્ષણ સમિતિમાં – શાસનાધિકારીશ્રીની રહેશે.
૦૮. ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં
ઉત્તરો લખવાના રહેશે. ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્તરો અલગ ઉત્તરવહીમાં લખવાના
રહેશે.
૦૯. સામાજિક વિજ્ઞાન વિષયમાં નકશાઓ અને ગણિત
વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા તંત્રએ/કોર્પોરેશને કસોટીપત્રોની સાથે જ
કરવાની રહેશે.
૧૦. સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી
શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે.
૧૧. પરીક્ષાના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી
અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા, ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે.
School First Test Official Time-Table By Government
પ્રથમ કસોટી
સમય પત્રક : નવનીત પ્રકાશન દ્વારા પ્રકાશિત સમય પત્રક