Board Exam Schedule



ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૩મી માર્ચથી શરૂ થવાની શક્યતા 

અમદાવાદ તા.૨૨ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.૧૦ અને ૧રની પરીક્ષાની શરૂઆત ૧૩ માર્ચર૦૧૭થી થવાની શકયતા છે. અંદાજે ૧૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશેજે ર૪ માર્ચે પૂરી થશે. ધો.૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧૩ માર્ચે શરૂ થશે તો ર૮ માર્ચે પૂરી થશે જયારે ધો.૧ર સાયન્સ બીજા સેમેસ્ટરની પરીક્ષા ર એપ્રિલથી શરૂ થશે તો ૯ એપ્રિલે પૂરી થશે, જેમાં ફરજિયાત વિષયની પરીક્ષા બોર્ડ લેશે અને મરજિયાત વિષયની પરીક્ષા શાળા કક્ષાએ લેવાશે.
 ધો.૧૦ની પરીક્ષા પરીક્ષાનો સમય ૧૦ થી ૧૩.૩૦ સુધીનો રહેશે, જેની શરૂઆત પ્રથમ ભાષાથી થશે, જેમાં ગુજરાતી, હિન્દી, મરાઠી કે અંગ્રેજી વિષય હશે.
૧પ માર્ચ શનિવારે વિજ્ઞાન અને ટેકનોલોજી,
૧૮ માર્ચે ગણિત,
ર૦ માર્ચે સામાજિક વિજ્ઞાન,
ર૧ માર્ચે ગુજરાતી (દ્વિતીય ભાષા),
રર માર્ચે અંગ્રેજી (દ્વિતીય ભાષા),
ર૪ માર્ચે હિન્દી-સંસ્કૃતની ભાષાના પેપર સાથે પરીક્ષા પૂરી થશે.

ધો.૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય ૩ થી ૬.૧પનો રહેશે. ધોરણ-૧રની પરીક્ષા ૧૩ માર્ચે શરૂ થશે.
પહેલું પેપર નામાનાં મૂળ તત્ત્વો,
૧૪ માર્ચે તત્ત્વજ્ઞાન,
૧પ માર્ચે આંકડાશાસ્ત્ર,
૧૮ માર્ચે અર્થશાસ્ત્ર,
૧૯ માર્ચે ભૂગોળ,
ર૦ માર્ચે વાણિજય વ્યવસ્થા,
ર૧ માર્ચે મનોવિજ્ઞાન,
રર માર્ચે ગુજરાતી-હિન્દી-અંગ્રેજી પ્રથમ ભાષા,
ર૪ માર્ચે હિન્દી દ્વિતીય ભાષા,
રપ માર્ચે ગુજરાતી-અંગ્રેજી દ્વિતીય ભાષા,
ર૬ માર્ચે કમ્પ્યૂટર,
ર૭ માર્ચના રોજ સંસ્કૃત અને
ર૮ માર્ચે સમાજશાસ્ત્ર વિષય સાથે પૂરી થશે.

ધો.૧ર સાયન્સ સેમેસ્ટર-૪ની પરીક્ષા ૧૩ માર્ચને ગુરુવારે ૩ થી ૬.૩૦ દરમ્યાન ફિઝિકસના પેપરથી શરૂ થશે. ૧પ માર્ચે કેમિસ્ટ્રી, ૧૮ માર્ચે મેથ્સ, ર૦ માર્ચે અંગ્રેજી, રર માર્ચે બાયોલોજી, ર૪ માર્ચે અંગ્રેજી દ્વિતીય ભાષા.
 સાયન્સના પ્રેકિટકલની પરીક્ષા શાળા કક્ષાએ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી શરૂ થશે, જે ૧૦ માર્ચ પહેલાં પૂરી કરાશે. પહેલા દિવસે દરેક વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં અડધા કલાક વહેલાં ફરજિયાત પરીક્ષા કેન્દ્ર પર આવવાનું રહેશે. ત્યાર પછીની પરીક્ષા માટે ર૦ મિનિટ વહેલાં આવવાનું રહેશે.
 આ અંગે શિક્ષણ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા ૧૩ માર્ચ અથવા ૧પ માર્ચથી શરૂ થશે. ટાઇમટેબલ નિશ્ચિત છે, પરંતુ આ સપ્તાહે નિશ્ચિત થશે કે ૧૩મીએ લેવાશે કે ૧પમી માર્ચે લેવાશે.

અકિલા ન્યુઝ ની ઓફીસીયલ વેબસાઇટ પર આ સમાચાર જોવા  અહિ ક્લિક કરો