નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર
નવી દિલ્હી : શંકર આચાર્ય સમિતિએ નાણા મંત્રાલયને પોતાનો રિપોર્ટ સોંપતા નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચને બદલે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનુ કરવાની ભલામણ કરી છેઃ જો સરકાર આ ભલામણો સ્વીકારે તો ૧પ૦ વર્ષ જુની બ્રિટિશકાળની પરંપરા સમાપ્ત થઇ જશેઃ જુલાઇમાં નીતિ આયોગના સુચનથી આ સમિતિની રચના કરવામાં આવી હતીઃ મોનસુન અને પાક મોસમના હિસાબથી આ પગલુ અનુકુળ રહેશેઃ સમિતિએ શેરબજાર દ્વારા અપનાવાતા સંવત કેલેન્ડર જુલાઇથી શરૂ થતા પાકચક્રના કેલેન્ડર પર પણ વિચાર કર્યો હતો પરંતુ જાન્યુઆરીથી ડિસેમ્બરને યોગ્ય ગણ્યુઃ નાણાકીય વર્ષ બદલવાથી બજેટ નવેમ્બરમાં રજુ કરવુ પડશેઃ કંપનીઓએ હિસાબો જાન્યુઆરીથી ડિસેમ્બરના રાખવા પડશે.
આ સમાચાર અકિલા ન્યુઝ.કોમ પર રજૂ થયા હતા. નોટ બંધીના સમાચાર પણ સૌપ્રથમ અકિલા ન્યુઝ પેપરમાં જ રજૂ થયા હતાં. પરંતુ તે પહેલી એપ્રિલના રોજ એપ્રિલફુલ બનાવવા માટે હતા પરંતુ હાલ એપ્રિલ મહિનો નથી. એ ધ્યાન રહે.
અકિલા ન્યુઝ.કોમની ઓફીસીયલ વેબસાઇટ પર આ સમાચાર જોવા અહિ ક્લિક કરો