MBBS ના વિદ્યાર્થીઓ માટે NEXT એક્ઝામ
ડૉક્ટર બનવું પહેલાંં પણ સહેલુંં નહોતું. હવે એ વધુ કપરું બને તેવી શક્યતા છે. ડૉક્ટર બનવા માટે આકાંક્ષુએ એક વધુ પરીક્ષા પાસ કરવી પડશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ઇન્ડીયન મેડિકલ કાઉન્સીલ (સુધારા) ખરડો તૈયાર કર્યો છે. એની જોગવાઇઓ મુજબ એમબીબીએસ વિદ્યાર્થીઓને 'ડૉક્ટર'નું ટેગ મેળવવા માટે નેશનલ એક્ઝીટ ટેસ્ટ (નેક્સ્ટ) આપવી પડશે.
સરકારની દલીલ છે કે દેશમાં તબીબી અભ્યાસમાં વધતાં ખાનગીકરણને લઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકારનું માનવું છે કે 'નેક્સ્ટ'ની તબીબી અભ્યાસની ગુણવત્તા સુધરશે. સૂત્રોના જણાવ્યા મુજબ 'નેક્સ્ટ' ત્રણ ટેસ્ટો બરાબર હશે, એમાં પોસ્ટગ્રેજ્યુએટ્માં એડ્મીશન માટે થનારી નીટ, સેન્ટ્રલ હેલ્થ સર્વિસીસ અને ફોરેન ગ્રેજ્યુએટ મેડીકલ એક્ઝામીનેશન સામેલ હશે. જુદી-જુદી કોલેજોમાં ભણેલાં વિદ્યાર્થીઓએ 'નેક્સ્ટ'માં જેવો દેખાવ કર્યો હશે એ જાહેર કરાશે. જો કોઇ કોલેજનાં ૯૦% વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરે તો એ કોલેજ સારી-શ્રેષ્ઠ હોવાનું આપોઆપ સાબીત થઇ જશે.
આરોગ્ય મંત્રાલયના નિર્ણય સામે મિશ્ર પ્રતિક્રિયા સામે આવી છે. મેડિકલ કાઉન્સીલના પુર્વ સભ્ય ડો. દેવી શેટ્ટીના મત મુજબ સારા વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સીધો પ્રવેશ મળવો જોઇએ. 'નેક્સ્ટ'ના કારણે અભ્યાસની અવધી લાંબી થઈ જશે.
આ ન્યુઝ્ની ફોટો ઇમેજ જોવા માટે અહિ ક્લિક કરો.