BHIM એપ ગુજરાતી ગાઇડલાઇન
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા નોટબંધીના એલાન બાદ ઓનલાઇન ટ્રાન્જેક્સનની દિશામાં BHIM નામની મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા એવા ડૉ. ભીમરાવ આંબેડકરના નામ પરથી આ એપનું નામ BHIM આપવામાં આવ્યું છે. જો કે BHIM એપનું પુરુ અંગ્રેજી નામ Bharat Interface for Money થાય છે.
આ એપ ગુગલ પ્લે-સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. પરંતુ જો કોઇ ઉપભોક્તાને આ એપના ઉપયોગમાં કોઇ તકલીફ પડતી હોય તો ભાવનગર શહેરના કલેક્ટરશ્રીની કચેરી દ્વારા આ એપનો ઉપયોગ કઇ રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી ધરાવતી ગુજરાતી સચિત્ર ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે જે અહીં રજૂ કરીએ છીએ.
ગાઇડલાઇન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.