પાસપોર્ટ માટે જન્મના માન્ય દસ્તાવેજ
પાસપોર્ટના નિયમોમાં ફેરફાર કરી સરળીકરણ કરાયું છે. હવેથી પાસપોર્ટ માટે જન્મના પ્રમાણ તરીકે નીચે જણાવેલ ૮ પૈકી કોઇપણ એક દસ્તાવેજ માન્ય ગણાશે:
૧. જન્મનું પ્રમાણપત્ર
૨. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ધો.૧૦નું સર્ટિ-માર્કશીટ
૩. આવકવેરા વિભાગ દ્વારા અપાયેલ પાન કાર્ડ
૪. આધાર કાર્ડ
૫. સરકારી કર્મચારી હોય તો સર્વિસ રેકોર્ડની કોપી
૬. ડ્રાઇવિંગ લાઇસન્સ
૭. ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ
૮. પબ્લિક લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન-કંપનીઓ દ્વારા અપાયેલુ પોલિસી બોન્ડ
આ તમામ પ્રમાણપત્રો કે દસ્તાવેજની વિગતવાર માહિતી કે કયા સંજોગોમાં આ દસ્તાવેજ માન્ય ગણાય અને કયા સંજોગોમાં માન્ય નહિં ગણાય તેની માહિતી ઉપરાંત સિંગલ પેરેન્ટ - દત્તક બાળકો સંબંધિત નિયમોમાં થયેલા સુધારાઓ જોવા માટે અહિં ક્લિક કરો