Std 10-12 Textbook



ધો. ૧૦-૧૨ ના ૪૧ પાઠ્યપુસ્તકો જૂન-૨૦૧૭થી બદલાશે

શિક્ષણ વિભાગે ગત વર્ષે ધો. ૯ અને ૧૧ના પાઠ્યપુસ્તકો બદલાવ્યા બાદ નવા શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૭થી ધો. ૧૦ અને ૧૨ના ૪૧ પાઠ્યપુસ્તકો બદલાવવાની તૈયારી આદરી છે. મોટાભાગના પાઠ્યપુસ્તકો તૈયાર થઇને પ્રિન્ટિંગમાં ચાલ્યા ગયાની અને  માર્ચ ૨૦૧૭ સુધીમાં તમામ નવા પાઠ્યપુસ્તકો એકીસાથે બજારમાં આવી જશે તેવી જાહેરાત કરી છે. ધો. ૧૦ અને ૧૨માં ગણિત, વિજ્ઞાન અને કોમ્પ્યુટર સિવાયના તમામ પાઠ્યપુસ્તકો બદલાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. 

ગુજરાત રાજ્યપાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક પ્રમુખ નીતિનભાઇ પેથાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મેડિકલમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત કરાયા બાદ ધો. ૧૧-૧૨ સાયન્સમાંથી સેમેસ્ટર પદ્ધતિ દૂર કરાઇ છે. મેડિકલમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત કરાતા હવે CBSE સમકક્ષ અભ્યાસક્રમ ફરજિયાત હોવાથી ગત વર્ષે ધો. ૯-૧૧ ના પાઠ્યપુસ્તકો બદલાવ્યા આ વર્ષે ધો. ૧૦ અને ૧૨ ના પુસ્તકો બદલવાની તૈયારી હાથ ધરાઇ છે. જેમાં ગણિત, વિજ્ઞાન અને કોમ્પ્યુટરના પુસ્તકો સિવાય તમામ પુસ્તકો બદલાયા છે. ૧૫મી ફેબ્રુ. સુધીમાં તમામ પુસ્તકો પ્રિન્ટિંગમાં ચાલ્યા  જશે. ૧૫મી માર્ચ સુધીમાં તમામ પુસ્તકો બજારમાં ઉપલબ્ધ થઇ જશે. 

ધો. ૧૨માં કયા પુસ્તકો બદલાશે?
ધો. ૧૨ કોમર્સમાં ૫ મુખ્ય વિષયનાં પુસ્તકો બદલાશે. જેમાં નામાનાં મૂળતત્વો, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા-સંચાલન, અર્થશાસ્ત્ર, વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિશનો સમાવેશ થાય છે. જ્યારે આર્ટસમાં સંસ્કૃત, સંગીત, ઇતિહાસ, સમાજ શાસ્ત્ર, યોગ-શારીરીક સ્વાસ્થય , ભૂગોળ, હિન્દી, ચિત્રકળા, મરાઠી, સિંધી, ઉર્દુ વાંચનમાળા તથા ત્રણેય ફેકલ્ટીમાં ગુજરાતી-અંગ્રેજી પ્રથમ અને દ્વિતિય ભાષાના પુસ્તકો બદલાશે. 


ન્યુઝ રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો