Board Result Fake Dates



બોર્ડ પરિણામ તારીખની અફવા
ચાલુ વર્ષે સોશિયલ મીડીયાએ બોર્ડની પરીક્ષામાં ધમાસાણ મચાવી નાખી છે. પહેલા દિવસે સામાન્ય પ્રવાહનુંં ખોટું પેપર લીક કરાયા બાદ, શુક્રવારે ધો. ૧૦ નું અંગ્રેજીનું પેપર વાઇરલ કરાયું હતું. તેવા સમયે સોશિયલ મીડીયામાં કોઇએ ધો. ૧૦ - ૧૨ ના પરિણામની તારીખો વાઇરલ કરી છે. જેમાં ધો. ૧૦ની ૨૭ - મે અને ધો. ૧૨ ની ૬ - જુન બતાવી છે. 
પરિણામની તારીખ સોશિયલ મીડીયામાં ફરતી હોવાને લઇને બોર્ડના વાઇસ ચેરમેન આર આર ઠક્કર ને પૂછતા તેમણે જણાવ્યું કે આવી તારીખ બિન અધિકૃત છે. હજુ પરીક્ષા ચાલુ છે અને અધિકારીઓ અને કર્મચારીઓ તેની કામગીરીમાં જોડાયેલા છે. ત્યારે પરિણામની તારીખ જાહેર કરવી શક્ય બનતી નથી. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ વાતમાં ગેરમાર્ગે દોરાવું નહી. 
ન્યુઝ રિપોર્ટ જોવા માટે અહી ક્લિક કરો