બોર્ડ પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર
સરકારશ્રીએ ચેટીચાંદની રજા તા: ૨૯-૦૩-૨૦૧૭ બુધવારના રોજ જાહેર કરેલ છે. જેથી તા: ૨૯-૦૩-૨૦૧૭ના રોજની તમામ વિષયોની પરિક્ષા તા: ૨૮-૦૩-૨૦૧૭ના રોજ જે તે સમયે યોજવાની થાય છે. જેની સંબંધિત પરીક્ષાના ઉમેદવારો, વાલીઓ અને સ્થળ સંચાલકો અને આચર્યશ્રીઓને જાણ કરી વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત ન રહે તેની જાણ કરવા વિનંતી છે.
આ પ્રકારની અખબારી યાદી આજ રોજ તા: ૨૧-૦૩-૨૦૧૭ ના દિવસે પરીક્ષા સચિવશ્ર્રી, ગુ. મા. અને ઉ.મા. શિ. બોર્ડ, ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવી છે.
બોર્ડ દ્વારા બહાર પડાયેલ ઓફીસિયલ અખબારી યાદી જોવા માટે ક્લિક કરો