Board Resultધો૧૦ - ૧૨ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકનનું કાર્ય પૂર્ણતાના આરેઃ 
૨૭ મે આસપાસ ધો૧૨ સાયન્સનું પરીણામ
ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન કાર્ય પૂર્ણતાના આરે છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૨૭ મે આસપાસ અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહ અને ધો. ૧૦નું પરિણામ જુનના પ્રથમ સપ્તાહમાં આવવાની શકયતા બળવતર છે.
   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનું પરિણામ ર૭મેની આસપાસ જાહેર થવાની શકયતા છે.  પરીક્ષાના પ્રશ્નપત્રોની ચકાસણી પૂર્ણતાના આરે છે. પરિણામ તૈયાર કરવા સુધીની કામગીરી ઝડપભેર અને નિયત શેડયુલ મુજબ ચાલી રહી હોવાના કારણે વર્ષ વિદ્યાર્થીઓને પરિણામ સમયસર મળશે. ગત વર્ષની જે તુલનાએ એક સપ્તાહ મોડી યોજાઇ હોવાના કારણે પરિણામ ર૭ મેની આસપાસ જાહેર થવાનું બોર્ડનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
   અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયની પરીક્ષા પૂર્ણ થયાને પગલે રપમી માર્ચથી ઉત્ત્રવાહીના મુલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવાઇ હતી. ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આગામી વર્ષમાં આગળના અભ્યાસક્રમમાં એડમિશન લેવાનાં હોઇ બાબતે અટકે નહીં તે માટે બોર્ડ દ્વારા અગમચેતીનાં પગલાંરૂપે ઉત્ત્રવહીની ચકાસણી સમયસર શરૂ કરાઇ હતી.
   હાલમાં ધોરણ ૧૦ અને ૧રમાં મુખ્ય વિષયોમાં ગણિતવિજ્ઞાનઅંગ્રેજી ફિઝિકસ અને કેમિસ્ટ્રી જેવા વિષયનું મુલ્યાંકન પૂરું થવામાં છે. ૧૬ લાખથી વધુ વિદ્યાર્થીઓની ઉત્ત્રવહી ચકાસવાની કામગીરી આગામી સપ્તાહે પૂરી કરી દેવામાં આવશે. ગત વર્ષ ૧૭ મેએ ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. જે વર્ષ ર૭ મેની આસપાસ જાહેર થવાની શકયતા છે. ધોરણ ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ ત્યાર પછીના સપ્તાહે એટલે કે જૂનના પહેલા સપ્તાહે જાહેર થશે. ધોરણ ૧૦નું પરિણામ ૧૦ જૂન આસપાસ જાહેર થવાની શકયતા છે.

ન્યુઝ રીપોર્ટ જોવા માટે અહીં ક્લિક કરો.