ITR Sahaj



આઇ.ટી.આર નું નવું સરળ "સહજ" ફોર્મ 
નવી દિલ્હીઃ ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાનું હવે પહેલા કરતા સરળ થઈ ગયું છે. તેના માટે સરકાર તરફથી ઇનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે નવો ફોર્મ લાવવામાં આવ્યું છે. નવા ફોર્મમાં પહેલેથી ઓછી કોલમ હશે અને ભરવાનું પણ પહેલા કરતાં સરળ હશે. આવો જાણીએ ઇનકમ ટેક્સ રિટર્ન ભરવામાં આવનારા નવા ફોર્મમાં ક્યા-ક્યા ફેરફાર થયા છે.
પગાર અને વ્યાજની આવક ધરાવતા લોકો માટે રિટર્ન ભરવા માટે હવે ITR1 જેને સહજ નામ આપવામાં આવ્યું છે તે ભરવાનું રહેશે. તેનો ઉપયોગ એક એપ્રિલથી લાગુ થશે. નવા ફોર્મમાં પહેલાના ફોર્મ કરતાં ઓછી કોલમ હશે. તેનો ઉપયોગ વર્ષ 2017-18 માટે કરી શકાશે. નવા ફોર્મમાં VIAની અનેક કોલમને હટાવી દેવામાં આવી છે. માત્ર એને જ રાખવામાં આવ્યા છે જેનો વધારે ઉપયોગ થાય છે. ITR1/સહજ ફોર્મમાં માત્ર 18 અલગ અલગ કોલમ હશે જેમાં સેક્શન 80 અંતર્ગત ઇનકમ ટેક્સ ભરવામાં છૂટની માગ કરી શકાય છે.
ITR1/સહજમાં જે કોલમ્સને જાળવી રાખવામાં આવી છે તેમાં સેક્શન 80સી, મેડિક્લેમનો સેક્શન 80ડી સામેલ છે. ઉપરાંત જે લોકો અન્ય કપાતનો ઉલ્લેખ કરવા માગે છે તેના માટે પણ કોલમ આપવામાં આવી છે. 4. 80સી અંતર્ગત ઇનકમ ટેક્સ રિટર્નમાં 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ માગી શકાય છે. આ એલઆઈસી, પીપીએફ અને હાઉસ લોન માટે હોય છે. ઉપરાંત 80ડીને વીમા પ્રીમિયન માટે પણ ભરવામાં આવે છે.
જે લોકોની આવક 50 લાખથી વધારે છે અથવા જેની પાસે શીપ, વિમાન અથવા કિંમતી આભૂષણ વધારે છે તેમણે ઇનકમ ટેક્સ વિભાગની સામે પોતાની સંપત્તિની જાણકારી આપવી પડશે. ITR1/સહજની ઈફાઈલિંગ પણ 1 એપ્રિલથી શરૂ થઈ શકે છે. તેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય જરૂરી જાણકારી આપવાની રહશે. થોડા દિવસ બાદ ઇનકમ ટેક્સ રિટર્ન ઈ-ફાઈલિંગ કરવા માટે આધાર કાર્ડ જરૂરી કરવામાં આવશે.

ઈ-ફાઈલિંગવાળી વેબસાઈટ પર ઓનલાઈન કેલ્યૂલેટર પણ હશે જેની મદદથી લોકો જાણી શકશે કે કેટલો ટેક્સ આપવાનો છે.

ITRનું સહજ ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લીક કરો