પેટ્રોલ - ડિઝલની કિંંમતોમાં રોજ થશે ફેરફાર
જો તમે દર 15 દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થતાં ભાવ વધારા અને ઘટાડાને કારણે પરેશાન છો તો તમારી મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. તેલ કંપનીઓ આગામી સમયમાં એવો પ્લાન બનાવી રહી છે કે ભારતમાં પણ અન્ય વિકસિત દેશોની જેમ પેટ્રોલ અને ડિઝલના કિંમતોની રોજ સમીક્ષા કરવામાં આવે.
જો તેલ કંપનીઓની યોજના સફળ રહી હતી તો દરરોજ પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો અને ઘટાડો થઇ શકે છે. હાલના સમયમાં દર 15 દિવસે તેલની કિંમતોમાં ફેરફાર થાય છે. ભારતના 95 ટકા તેલ બજાર પર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમનો કબજો છે. હાલમાં કંપનીઓ એ આઇડિયા શોધવામાં લાગી છે કે જેનાથી રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો-ઘટાડો કરી શકાય.
પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં દરરોજ સમીક્ષાથી અચાનક તેલની કિંમતોમાં વધારો કે ઘટાડો થશે નહીં. જેનાથી ગ્રાહકોને તેલની કિંમતોને લઇને અચાનક ઝટકો લાગશે નહીં.
ન્યુઝ રીપોર્ટ વાંચવા માટે અહિંં ક્લિક કરો