શાળા ફી વિધેયક બીલ
માર્ચ ૨૦૧૭ ના અંતમાં કેટલીક શાળાઓમાં ફી વધારાના મુદ્દે હોબાળો થયા બાદ સરકાર હરકતમાં આવી હતી. અને ઘણી ચર્ચાઓ અને વિચારણો બાદ સરકારશ્રી દ્વારા ખાનગી શાળાઓ દ્વારા વારંંવાર થતા બેફામ ફી વધારા પર નિયંત્રણ લાવવા માટે વિધાનસભામાં ફી નિર્ધારણ અંગેનું વિધેયક દાખલ કરી રાજ્ય સરકારે રાજ્યના લાખો વાલીઓ અને વિદ્યાર્થીઓની વહારે આવી પોતાની સંવેદનશીલતા નો અનુભવ કરાવ્યો છે.
ફી નિર્ધારણ વિધેયકના કેટલાક મહત્વના મુદ્દાઓ:
- મધ્યમ વર્ગને મોટી રાહત
- મનફાવે તેવા ફી વધારા પર રોક
- બિનસરકારી પ્રાથમિક શાળાઓ માટે વાર્ષિક ફી: ૧૫,૦૦૦/-
- બિનસરકારી માધ્યમિક શાળાઓ માટે વાર્ષિક ફી: ૨૫,૦૦૦/-
- બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે વાર્ષિક ફી: ૨૭,૦૦૦/-
- ફી વધારો મંજૂર કરવા માટે શાળા સંચાલકોએ વ્યાજબીપણું સાબિત કરવું પડશે
- વારંંવાર થતા ફી વધારા સામે સરકાર મુક પ્રેક્ષક ન રહી શકે - ચુડાસમા
શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રજૂ કરેલ ફી નિર્ધારણ માટેનુંં વિધેયક માટેની અખબારી યાદી જોવા માટે અહિં ક્લિક કરો.
આ જ બાબત અંગેનો ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જોવા માટે અહિ ક્લિક કરો.