Swami Narayan Chitra Sanput



ભગવાન સ્વામિનારાયણના ચિત્રસંપુટનું લોકાર્પણ
ભગવાન સ્વામિનારાયણના જીવન અને તેમના સંદેશ પર બનેલા ચિત્રોની સિરીઝના પુસ્તક "ભગવાન શ્રી સ્વામિનારાયણ : અ સાગા ઇન પેઇન્ટિંગ્સ" નુંં પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહિબાગ ખાતે લોકાર્પણ કરાયું છે. પુ. પ્રમુખ સ્વામિ મહારાજની પ્રેરણાથી બનેલાં આ પુસ્તકમાં ૪૯ વર્ષ દરમિયાન ભગવાન સ્વામિનારાયણે ભારતભૂમિ પર કરેલા વિચરણનાં ૪૯ રિઆલિસ્ટીક બાયોગ્રાફીકલ કેન્વાસિસ રજાઓ કરાયા છે. આ ચિત્રો મુંબઇના ખૂબ જ જાણીતા ચિત્રકાર વાસુદેવ કામથે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી તૈયાર કર્યા છે. ઓઇલ ઓન કેન્વાસ માધ્યમમાં બનેલા આ ચિત્રો તૈયાર કરતાં તેમને ૧૫ વર્ષ જેટલો સમય લાગ્યો છે. આ ચિત્રોને આ પુસ્તકમાં વિશેષ માહિતી સાથે પ્રકાશિત કરાયા છે. જેમાં ભગવાન સ્વામીનારાયણના દિવ્ય જીવનનાં ખૂબ જ અગત્યનાં પડાવો અને વિચારો દર્શાવ્યા છે. આ માહિતી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં આપવામાં આવી છે.
આ પ્રસંગનો સંપૂર્ણ ન્યુઝ રીપોર્ટ "નવગુજરાત સમય" ન્યુઝ પેપરમાં પ્રકાશિત કરવામાંં આવ્યો હતો તેની PDF ફાઇલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

"નવગુજરાત સમય" ન્યુઝ પેપરની ઓફિસિયલ વેબસાઇટ માટે અહીં ક્લિક કરો.