કરો વોટ્સએપ પર ઓટો રીપ્લાય
ઘણીવાર એવું થાય કે આપણે મીટીંગમાં હોઇએ અથવા ડ્રાઇવીંગ કરતા હોઇએ અને આપણ વોટ્સએપ પર કોઇ મેસેજ આવે તો આપણે તેનો જવાબ ન આપી શકીએ અને પરંતુ એક સહેલી ટ્રીક દ્વારા તમે આ સમસ્યા ઉકેલી શકો છો. અને તમારા મિત્રોને તરત જ જવાબ આપી શકો છો અને એ માટે તમારે તમારા સ્માર્ટ ફોનને અડકવાની જરૂર પણ નહિ પડે.
વોટ્સએપ પર ઓટો રીપ્લાય માટે યુઝરે પોતાના સ્માર્ટ ફોનમાં "ઓટો રીપ્લાય ફોર વોટ્સએપ" નામની એપ ઇંંસ્ટોલ કરવી પડશે. જેના માટે એન્ડ્રોઇડ ૪.૪ કે તેથી ઉપરનું વર્ઝન હોવું જરૂરી છે. આ ફ્રી એપ છે. ઇંસ્ટોલ થયા પછી આ એપ યુઝરના વોટ્સએપ અકાઉન્ટ સાથે લિંક થઈ જશે અને થોડા સેટીંગથી જ ઓટો રીપ્લાય ની ફેસીલીટી અને ઓટો મેસેજ શરૂ થઈ જશે.