ઘરે બેઠા આધાર કાર્ડમાં સુધારા કરો
આપે આધાર કાર્ડ કઢાવ્યો જ હશે. પરંતુ જો કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા આપની માહિતી એન્ટર કરવામાં કોઈ ભૂલ થઇ ગઈ હોય અને આપ એ ભૂલ સુધારવા માંગતા હોવ તો સરકાર દ્વારા ઓનલાઈન અને ઓફલાઇન આ સુધારા કરવાની સુવિધા આપવામાં આવે છે. ઓફલાઇન એટલે આપ સુધારા માટેના પુરાવા (ડોક્યુમેન્ટ્સ) લઈને જન સુવિધા કેન્દ્ર પર જઈ શકો અને ત્યાં ઉપસ્થિત અધિકારી કે વ્યક્તિને પુરાવા રજૂ કરવાથી તે તમારા આધાર કાર્ડમા જરૂરી ફેરફાર કરી આપશે. અહી ખાસ નોંધવા જેવી વાત એ છે કે એ વ્યક્તિ જે પ્રક્રિયા કરે છે તે હકીકતમાં તો ઓનલાઈન જ કરે છે, ઓફલાઇન નહિ. એ પ્રક્રિયા આપ આપના ઘરે કોમ્પ્યુટર કે મોબાઈલ માંથી પણ કરી શકો છો. મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા આ રીતે કયા કયા સુધારા કરવાની પરવાનગી આપવામાં આવી છે?????
તો આપશ્રી આપના ઘરે બેઠા બેઠા નીચે મુજબના ૬ મહત્વના ફેરફારો કરી શકો છો:
૧. નામ
૨. જાતિ
૩. જન્મતારીખ
૪. સરનામું
૫. મોબાઈલ નંબર
૬. ઈમેઈલ આઈડી
આપના આધાર કાર્ડમાં ઉપર મુજબના સુધારા કરવા માટે અહી ક્લિક કરો
આધાર કાર્ડની ઓફિસીયલ વેબસાઈટ પર જવા અહી ક્લિક કરો