Kalaam Sir



કમાલના કલામ
અબુલ પકિર જૈનુલાબદીન અબ્દુલ કલામનો 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમના એક નાનકડા ગામ ધનુષકોડીમાં થયો હતો. કલામને મિસાઈલ મેન અને લોકોના રાષ્ટ્રપતિના નામથી ઓળખવામાં આવતા હતા. ભારતીય ગણતંત્રના તેઓ 11માં રાષ્ટ્રપતિ હતા. ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી તેમને નવાજવામાં આવ્યા હતા. આગળ વાંચો કલામના જીવનની ઉપલબ્ધિઓ અને સન્માન પર એક નજર કરીએ.
* મદ્રાસ એન્જિનિયરિંગ કોલેજથી એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.
* દેશના પ્રથમ સ્વદેશી ઉપગ્રહ પીએસએલવી-3ના વિકસમાં મહત્ત્વનો ફાળો આપ્યો.
* અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઈલો ભારતીય ટેકનીકથી બનાવી.
* કલામ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પણ રહ્યા.
* 1982માં કલામને ડીઆરડીએલના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા.
* અન્ના યૂનિવર્સિટીથી તેમણે ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા.
* 1998માં થયેલ પોખરણ ન્યૂક્લિયર ટેસ્ટમાં મહત્વની ભૂમિકા ભજવી.
* 25 જુલાઈ 2002થી 25 જુલાઈ 2007 સુધી રાષ્ટ્રપતિ રહ્યા.
* 1981માં પદ્મ ભૂષણ અને 1990માં પદ્મ વિભૂષણથી સન્માનિત થયા.
* 1994માં આર્યભટ્ટ પુરસ્કાર અને 1997માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.
* 25 જુલાઈ 2015ના રોજ નિધન થયું.

To visit the Source of this report you can click here