Passport Rules



પાસપોર્ટના નિયમોમાં સુધારો

જો તમે પણ પાસપોર્ટ બનાવવાને લઈને પરેશાન છો તો તમારે માટે ખુશખબર છે. હવે પાસપોર્ટ બનાવવાનું સરળ થઈ ગયું છે. સરકારે તેના માટે નિયમમાં છૂટ આપતા સરળ બનાવ્યા છે. પાસપોર્ટમાં નિયમ 1980 અનુસાર જે લોકોનો જન્મ 26/01/1989 બાદ થયો હોય તેણે પાસપોર્ટ બનાવવા માટે ફરજિયાત જન્મનો દાખલો આપવો જરૂરી હતીપરંતુ હવે આ નિયમમાં સરકારે ફેરફાર કર્યો છે.
હવેથી 26/01/1989 બાદ જન્મેલ લોકોના જન્મના દાખલાની જગ્યાએ પાન કાર્ડ અથવા આધાર કાર્ડથી જ ઉંમર અને બર્થ ડેટ વેરિફાઈ થઈ જશે. એટલે કે અલગથી બર્થ સર્ટિફિકેટ આપવાની જરૂરત નહીં રહે. 26/01/1989 બાદ જન્મેલ લોકોના બર્થ સર્ટિફિકેટ તરીકે માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક બોર્ડમેટ્રિક્યૂલેશન સર્ટિફિકેટઆધાર કાર્ડપાન કાર્ડડ્રાઈવિંગ લાઈસન્સઅથવા એલઆઈસી પોલિસી બોન્ડને પણ પૂરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે.
સરકારે આ ફેરફાર એટલા માટે કર્યા છે જેથી વધુમાં વધુ લોકો સરળતાથી પાસપોર્ટ બનાવડાવી શકે. આ પહેલા 23 જૂને વિદેશમંત્રી સુષમા સ્વરાજે જાહેરાત કરી હતી કે હવે પાસપોર્ટ અંગ્રેજીની સાથે સાથે હિન્દી ભાષામાં પણ હશે.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કેજે અરજદારની ઉંમર વર્ષથી ઓછી અથવા 60 વર્ષતી વધારે હશે તેણે પાસપોર્ટ ફીમાં 10 ટકા છૂટ આપવામાં આવશે. ઉપરાંત જો તમને મોબાઈલ પર પાસપોર્ટ સંબંધિત જાણકારી જોઈએ છે તો mpassport Seva App ડાઉનલોડ કરી શકો છો.
વધારામાં, અભ્યાસ કરતા વિદેશીઓને પાસપોર્ટ માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવાની જરૂર નથી. કોઈ પણ વિદ્યાર્થી પોતાની અરજી સાથે પાસપોર્ટ સહયાત કેન્દ્ર પર નિશ્ચિત સમયે પહોંચી શકે છે. તેની પાસપોર્ટની કામગીરી તરત જ શરૂ કરી દેવામાં આવશે. ઉત્તર ગુજરાત અને કચ્છના લોકોને પાસપોર્ટ માટે દુર જવું ના પડે તેના માટે ભુજ અને પાલનપુર ખાતે પણ પાસપોર્ટના કેન્દ્રો શરૂ કરી દેવાયા છે. પીઆર વિઝા માટે જરૂરી દસ્તાવેજો લઈને દિલ્હી જવું પડતું હતું હવે તેની ચકાસણી પણ અમદાવાદ પાસપોર્ટ ઓફિસથી જ થઇ શકશે. 

ન્યૂઝ પેપરમાં આવેલ ન્યૂઝ જોવા માટે અહી ક્લિક કરો (ન્યૂઝ નં ૫)

આ ન્યુઝ ના સોર્સ ન્યૂઝ જોવા માટે અહી ક્લિક કરો

પાસપોર્ટ માટેની એપ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો