હવે કોઈ તમારો FB
પ્રૉફાઇલ ફોટો નહીં કરી શકે ડાઉનલૉડ
ફેસબુકે
બુધવારે પોતાના નવા ટૂલની જાહેરાત કરી છે. જેમાં પ્રોફાઈલ પિક્ચરનો ખોટી રીતે થતા
ઉપયગોને રોકી શકાશે. કંપની અનુસાર ભારતીય યૂઝર્સની પ્રતિક્રિયા બાદ આ ફીચર શરૂ
કરવામાં આવ્યું છે. હવે કોઈપણ યૂઝરની પ્રોફાઈલ પિક્ચરને શેર અને ડાઉનલોડ નહીં કરી
શકાય. આ ફીચર હાલમાં માત્ર એન્ડ્રોઈડ યૂઝર્સ માટે જ છે.
ફેસબુકનું
આ એક ખાસ ટૂલ છે જેની મદદથી યૂઝરને એ વાતની જાણ થઇ જા છે કે તેની પ્રૉફાઇલ કોણ
ડાઉનલૉડ કરી રહ્યું છે. સેન્ટર ફોર સોશ્યલ રિસર્ચ એન્ડ લર્નિંગ લિંક્સ ફાઉન્ડેશન,
ન્યૂ દિલ્હીની સાથે કેટલીય બીજી
ઓર્ગેનાઇઝેશને આ ટૂલ બનાવ્યું છે. આ ટૂલનું નામ Control over profile
pictures છે. અત્યારે મહિલા યૂઝર્સને એ વાતનો ખાસ
ડર રહે છે કે તેમના પ્રૉફાઇલ ફોટોને ડાઉનલૉડ કરીને તેનો દુરપયોગ થઇ શકે છે.
ફેસબુક
પ્રૉડક્ટ મેનેજર આરતી સોમાને કહ્યું, "અમે એક નવું ટૂલ શરૂ કરી રહ્યાં છીએ જે ભારતના લોકોને વધારે કન્ટ્રૉલ
આપશે, કે પ્રૉફાઇલ પિક્ચર કોણ ડાઉનલૉડ અને શેર
કરી શકે છે." સોમાને કહ્યું "આની સાથે અમે એવા રસ્તાં પણ શોધી રહ્યાં
છીએ કે જેના દ્વારા લોકો પ્રૉફાઇલ પિક્ચરની સાથે આસાનીથી ડિઝાઇન એડ કરી શકે છે. આ
અમારી શોધમાં દુરપયોગ રોકવામાં મદદગાર સાબિત થયું છે."
તેમણે
કહ્યું, "ભારતમાં મળેલા
અનુભવના આધારે અમે આને ટુંકસમયમાં બીજા દેશોમાં શરૂ કરશું. ઉપરાંત જે તમારા મિત્ર
નથી તે તમારી સાથે કંઇપણ ટેગ નહીં કરી શકે." નવા ટૂલના એડ થવાથી ફેસબુકનો યૂઝ
કરનારા લોકો પ્રૉફાઇલ પિક્ચરને ડાઉનલૉડ, શેર
નહીં કરી શકે અને બીજી કોઇ જગ્યાએ મોકલી પણ નહીં શકે.
To view original news from the source web : Click Here