Adhar For Death Certi



આધાર વિના મરવું મુશ્કેલ

નવી દિલ્હીઃ ભારત સરકારે 1લી ઓક્ટોબરથી આધાર સાથે જોડાયેલ એક મોટો આદેશ જારી કર્યો છે. હવે 1 ઓક્ટોબર 2017થી મૃત્યુની નોંધણી અથવા ડેથ સર્ટિફિકેટ માટે આધાર નંબર આપવાનો રહેશે. આધાર વગર મૃત વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ જારી કરવામાં નહીં આવે. શુક્રવારે ગૃહ મંત્રાલયે આ આદેશ જારી કર્યો છે.
મૃતક વ્યક્તિની ઓળખ અંગે કોઈ કપટ ન થાય તે માટે આ પગલું લેવાયું છે. વળી, મૃતકની ઓળખ માટે અન્ય દસ્તાવેજો રજૂ કરવાની ઝંઝટ પણ નહીં રહે. ગૃહ મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર, આસામ અને મેઘાલય સિવાયના તમામ રાજ્યોના રહેવાસીઓ માટે આ નિયમ લાગુ પડશે.
આ ત્રણ રાજ્યોમાં ક્યારે અમલ કરવો તેની તારીખ હવે પછી જાહેર કરાશે. મંત્રાલયે બહાર પાડેલા જાહેરનામા મુજબ ૧ ઓક્ટોબરથી મૃતક વ્યક્તિની નોંધણી માટે ઓળખ દર્શાવવા માટે આધાર નંબર અનિવાર્ય રહેશે.ગૃહ મંત્રાલય અંતર્ગત આવતા રજિસ્ટ્રાર જનરલની ઓફિસે કહ્યું હતું કે આધારનો ઉપયોગ કરવાથી મૃતકના સ્વજનો કે તેના પર નિર્ભર લોકો દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી વિગતની ચોકસાઈ ખરાઈ થઈ શકશે.

ન્યૂઝ પેપરમાં આવેલ ન્યૂઝનું કટિંગ જોવા અને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો (ન્યૂઝ નં ૧૦)
To view the source of this news report : Click Here