iPhone 8 in 18778



iPhone 8 માત્ર 18,778 માં

આઈફોન સમાજમાં સ્ટેટસ સિમ્બોલ જેવો છે અને દરેકનું સપનું હોય છે કે તેની પાસે આઈફોન હોય, પરંતુ તેની કિંમતના કારણે મોટેભાગે લોકો ખરીદવાનું ટાળતા હોય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આઈફોન 8 માત્ર 18778 રૂપિયામાં તમારો થઈ શકે છે. કેટલીક ઓફર્સ એપ્લાઈ કર્યા બાદ 64,000ની કિંમતનો આઈફોન 8નું 64 જીબી વેરિયન્ટ તમને માત્ર 18778 રૂપિયામાં મળી જશે. આવો અમે તમને ઓફર્સ અને તેને એપ્લાઈ કરવાની રીત વિશે જણાવી રહ્યા છીએ.
iPhone 8ના 64 GB અને 256 GB વેરિયંટ અનુક્રમે 64,000 અને 77,000 રૂપિયામાં બજારમાં મળશે. જ્યારે iPhon 8 Plusના 64 GB અને અને 256 GB વેરિયંટ અનુક્રમે 73,000 અને 86,000 રૂપિયામાં વેચવામાં આવશે. બન્ને ફોન્સ એમેઝોન, ફ્લિપકાર્ટ, ઈંફીબીમ કે જિયો ડૉટ કૉમ પરથી પણ ખરીદી શકો છો. દેશભરમાં 3,000 રેડિંગટન સ્ટોરમાં પણ સ્માર્ટફોન ઉપલબ્ધ છે. સિવાય ક્રોમા, રિલાયંસ ડિજિટલ અને વિજય સેલ્સ જેવા મલ્ટી બ્રાંડ સ્ટોરમાં પણ ફોન મળશે.
ઓનલાઈન શોપિંગ સાઈટ્સ દ્વારા કેશબેક, એક્સચેંજ ડિસ્કાઉંટ અને બાયબેક ગેરંટી જેવી ઑફર્સની જાહેરાત અગાઉથી કરી દેવાઈ છે. એમેઝોન પર iPhone 8 અને iPhone 8 Plusના 64 GB વેરિયંટ પર 16,500 રુપિયાનું એક્સચેંજ ડિસ્કાઉંટ અપાશે. ત્યાં 256 GB વેરિયંટ પર 12,100 રૂપિયાનું એક્સચેંજ ડિસ્કાઉંટ મળશે.
આઈફોન પર સિટી બેંક ક્રેડિટ કાર્ડ અને વર્લ્ડ બેંક ડેબિટ કાર્ડ સાથે 10,000 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આવી રીતે તમારા iPhone 8ના 64 GB વેરિયંટની કિંમત 54,000 રૂપિયા થઈ જશે અને 256 GB વેરિયંટની કિંમત 67,000 રુપિયા થઈ જશે. આવી રીતે iPhone 8 Plusના 64 GB અને 256 GB વેરિયંટની કિંમત 63,000 રૂપિયા અને 76,000 રૂપિયા થશે. હેંડસેટના પ્રી-ઑર્ડર બુક કરવા માટે સેલરનું નામ જરુર તપાસી લેજો. ઑફર Shreyash Retail Pvt. Ltd. (SuperCom Net)દ્વારા અપાઈ રહી છે.
રિલાયંસ જિયો પણ ફોન વેચશે. કંપની રિલાયન્સ ડિજિટલ આઉટલેટ, જિયો સ્ટોર અને જિય કૉમ પર iPhone 8 અને iPhone 8 Plusનું વેચાણ કરશે. iPhone 8 અને iPhone 8 Plusના પ્રી-ઑર્ડર બુક કરવાવાળા ગ્રાહકોને ખરીદદારી પર રૂપિયા 10,000 સુધીનું કેશબેક મળશે. કેશબેક મેળવવા માટે ગ્રાહકોએ સિટીબેંક ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવી પડશે. જિયો ટૂંક સમયમાં એપલના બન્ને સ્માર્ટફોન માટે એક્સક્લુઝિવ ટેરિફ પ્લાન લાવશે. iPhone 8 અને iPhone 8 Plusના ગ્રાહકો ઈચ્છે તો રૂપિયા 799 વાળો જિયોનો પ્લાન લઈ શકે છે જેમા 90 GB ફ્રિ ડેટા મળે છે.

કેશબેક સિવાય રિલાયંસ ડિજિટલ, જિયો ડૉટ કૉમ, જિયો સ્ટોર અને માય જિયો એપ દ્વારા iPhone 8 અને iPhone 8 Plus ખરીદનાર ગ્રાહકો જો એક વર્ષની અંદર ફોન પાછો કરી દે તો તેમને 70 ટકા સુધી કેશબેક મળી શકે છે. 70 ટકા બાયબેક ઓફરમાં 44800 રૂપિયાની તમને બચત થશે. જે એક વર્ષ બાદ ફોન પરત કરવા પર મળશે. ત્યાર બાદ તેની કિંમત 9800 થઈ જશે. પરંતુ માટે તમારે 799 રૂપિયાવાળો જિઓનો વાર્ષિક પ્લાન લેવો પડશે જેના માટે તમારે 9588 રૂપિયા વાર્ષિક ચૂકવવા પડશે. આમ ફોનની કિંમત 18778 રૂપિયા થઈ જશે.

To view the source news click here