2018 Gold Rules



તમારી પાસે સોનાના દાગીના છે..? તો 2018 થી આવી રહેલા નિયમ વિશે અચુક વાંચો

તાજેતરમાં સોનાના ભાવ સરકાર જાન્યુઆરી-18 થી સોનાના દાગીનાના વેચાણ પર હૉલમાર્ક સર્ટિફિકેટ જરૂરી બનાવ્યુ છે. માહીતી ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને આપી હતી. મંત્રી પાસવાને જણાવ્યું હતુ કે તમામ સોનાની પ્રોડક્ટ્સ પર જાન્યુઆરી 2018 થી હૉલમાર્ક સર્ટિફિકેટ આપવુ ફરજીયાત છે. મોટાભાગે ભારતીય લોકો સોનાની શુદ્ધતાને કેરેટના હિસાબથી સમજે છે, આથી સોનાના દાગીના પર 916 માર્કની સાથે કેરેટ વેલ્યુ પણ નોંધાશે.
ગ્રાહક બાબતોના મંત્રીએ વાતનો ઉલ્લેખ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા આયોજીત કોન્ફરન્સ ઑન વર્લ્ડ સ્ટાન્ડર્ડ્સ ડે ના અવસર પર કરી. તેમણે કહ્યું કે દેશમાં વેચાનાર સોનું 14, 18, અને 22 કેરેટનું હશે. પાસવાનના મતે અત્યારે લોકો જે સોનાના દાગીના ખરીદે છે, તેની ગુણવત્તા જાણી શકતા નથી.
મંત્રી પાસવાને કહ્યું કે કેટલીક જ્વેલરીમાં હૉલમાર્કનો ઉપયોગ કરાય છે, પરંતુ તેનાથી ગ્રાહકોને સ્પષ્ટપણે જ્વેલરીની ગુણવત્તા ખબર પડતી નથી. સિવાય ગ્રાહક બાબતોના મંત્રી પાસવાન કહ્યું કે પ્રસ્તાવિત નિયમોની અંતર્ગત હૉલમાર્કમાં જ્વેલરીમાં પ્રયોગ થયેલા સોનાના કેરેટ પણ નોંધાશે.
Read the source