આ 13 જગ્યાઓ પર પણ આધારકાર્ડ લીંક કરાવવું જરૂરી
આધારકાર્ડનો ઉપયોગ અનેક કામો કરવા માટે કરવો પડે છે. સરકારની અનેક યોજનાઓમાં આધારકાર્ડ ફરજિયાત થઇ ગયું છે. તો આવો આપણે જાણીએ એ 10 જગ્યાઓ વિશે કે જ્યાં હવે તમારે માટે આધારકાર્ડ ફરજિયાત બની ગયું છે.
બેંક એકાઉન્ટઃ
હવે જો તમારે કોઇ પણ બેંકમાં એકાઉન્ટ ખોલાવું હશે તો તેનાં માટે આધારકાર્ડ ફરજિયાતપણે જોઇશે. કેમ કે બેંકનું એકાઉન્ટ ખોલાવતી વખતે તમારા ખાતાને અવશ્યપણે કોમ્પ્યુટરમાં તમારા આધારકાર્ડ નંબરની એન્ટ્રી કરવાની હોય છે. એ સિવાય બેંકમાં જો તમારૂ જૂનું એકાઉન્ટ હશે તો તેને પણ આધાર સાથે લિંક કરવું હવે ફરજિયાત બની ગયું છે.
પાનકાર્ડઃ
હવે પાનકાર્ડને પણ આધાર સાથે લિંક કરવું ફરજિયાત થઇ ગયું છે.
મોબાઇલ નંબરઃ
હવે જો તમારે મોબાઇલમાં સિમકાર્ડ પણ નવું લાવવું હશે તો તેનાં માટે પણ તમારે આધારકાર્ડ ફરજિયાત જોઇશે અને જો જૂનું સિમકાર્ડ હશે તો તેને આધાર સાથે ફરજિયાત લિંક કરવું પડશે.
પાસપોર્ટઃ
હવે પાસપોર્ટ બનાવવા માટે પણ વિદેશ મંત્રાલયે આધારકાર્ડને ફરજિયાત કરી દીધું છે.
ઇન્કમટેક્ષ રિટર્નઃ
ઇન્કમટેક્ષ રિટર્ન ભરતી વખતે પણ આધારકાર્ડની જાણકારી આપવી ફરજિયાત થઇ ગયું છે.
રેલ્વે ટિકીટમાં છૂટછાટઃ
વિવિધ કોટા હેઠળ ડિસ્કાઉન્ટ સાથે મળનાર ટ્રેન ટિકીટ માટે પણ હવે આધારની જાણકારી આપવી જરૂરી બની ગયું છે.
મધ્યાહ્ન ભોજનઃ
સરકારી શાળાઓનાં વિદ્યાર્થીઓને મળનાર મધ્યાહ્ન ભોજન માટે પણ આધારકાર્ડ જરૂરિયાત બની ગયું છે.
શિષ્યવૃત્તિ કાર્યક્રમઃ
સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે
ચલાવવામાં આવી રહેલ શિષ્યવૃત્તિનાં કાર્યક્રમમાં અરજી કરનાર લોકો માટે પણ આધારકાર્ડ હવે ફરજિયાત થઇ ગયું છે.
જન-વિતરણ પ્રણાલીઃ
સરકારી સબસિડી હેઠળ મરનાર ખાદ્ય પદાર્થો અને અન્ય સામાનો માટે આધારકાર્ડ હવે ફરજિયાત થઇ ચૂક્યું છે. કેમ કે આધારકાર્ડ સિવાય તમને સબસિડી પર રાશન પણ નહીં મળે.
પીએફ એકાઉન્ટઃ
ઇપીએફઓએ પીએફ એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત કરી દીધું છે.
સરકારી યોજનાઓ
સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ લિંક કરાવવું ફરજીયાત છે, જેના
માટે સમયમર્યાદા 31 માર્ચ કરી દેવામાં આવી છે. જોકે આ મામલો સુપ્રિમ કાર્ટમાં છે જેના પર ચુકાદો આવતા હજુ સમય લાગશે, તેથી
સમય મર્યાદા વધારી 31 માર્ચ કરવામાં આવી છે.
ડેથ સર્ટીફિકેટ
એક ઓક્ટોબર બાદ જો કોઈનું મૃત્યું થાય, તેના
મૃત્યુ પ્રમાણપત્ર લેવા માટે મૃત્યુ પામનારનો આધાર નંબર આપવો પડશે. એટલે કે, પરિવારને વળતર અથવા ચૂકવણી ત્યારે જ મળશે જ્યારે મૃતકનો આધારનંબર હશે.
ડ્રાઈવિંગ લાયસન્સ અને નવા વાહનનું રજીસ્ટ્રેશન
સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ અને નવા વાહનના રજીસ્ટ્રેશન માટે આધારનંબર લિંક કરાવવાની યોજના બનાવીછે. આ પગલાથી ચોરીના વાહન અને નકલી લાયસન્સ પર રોક લગાવી શકાશે.