Cheapest Loan



એકદમ સસ્તી હોમ લોન, માત્ર 3.99ટકા વ્યાજે!!!!
તમે એવું જાણતા હશો કે પોતાની તો ઝૂંપડી પણ સારી લાગે અને ભાડાનો બંગલો પણ સારો લાગે. પોતાનું ઘર હોય તેવું સપનું દરેક માણસ જોતો હોય છે. શું તમે પણ પોતાનું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો સસ્તી હોમ લોન તમારા માટે છે.
ટાટા હાઉસિંગને દેશમાં સૌથી સસ્તી રિયલ એસ્ટેટની સ્કીમ માનવામાં આવે છે. ટાટા હાઉસિંગે જાહેરાત કરી છે કે, તેમના 11 પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારને 3.99 ટકા વ્યાજના દરે હોમ લોન આપવામાં આવશે.
કંપનીએ ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાયનાન્સ સાથે ભાગીદારી કરી છે. હાલમાં હોમ લોનનું વ્યાજ 8.5 ટકાના દરે લેવામાં આવે છે. એવામાં ટાટાની ઓફર રિયલ એસ્ટેટમાં ફરીથી તેજી લાવવાનું કામ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ટાટા હાઉસિંગે ઈન્ડિયાબુલ્સ હોમ લોન સાથે મળીને 'મોનેટાઈઝ ઈન્ડિયા' અભિયાન શરૂ કર્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે, ટાટા હાઉસિંગના ફ્લેટ ખરીદવા પર લોન 3.99 ટકાના વ્યાજે આપવામાં આવશે.
જો કે લોનનો દર માત્ર પહેલા પાંચ વર્ષ માટે માન્ય ગણાશે.
Read the Source