પત્ની સિવાય બાળકોને પણ મળે છે પેન્શન
નવી દિલ્હીઃએ વાત તમામ લોકો જાણે છે કે
ઓર્ગેનાઈઝડ સેકટરમાં કામ કરનારી કોઈ પણ કંપની તેના કર્મચારીઓના PFની સાથે-સાથે તેના પેન્શન એટલે કે એમ્પલોઈ પેન્શન સ્કીમમાં પણ
યોગદાન કરે છે. આ પેન્શનનો
લાભ કર્મચારીઓને રિટાયરમેન્ટ બાદ મળે છે, પરંતુ તેના
માટે કર્મચારીએ સતત 10 વર્ષ નોકરી
કરવી જરૂરી છે. આ સિવાય કર્મચારીને સંપૂર્ણ રીતે ડિસેબલ થઈ જવા પર આ પેન્શનને લેવાનો
અધિકાર છે. આ પેન્શનમાં માત્ર કંપની યોગદાન આપે છે. અહીં એમ્પલોઈ પ્રોવિડન્ટ
ફન્ડમાં કંપની દ્વારા કરવામાં આવનાર 12.3 ટકા
યોગદાનના 8.33 ટકા હોય છે. સાથે જ સરકાર પણ
યોગદાન આપે છે, જે બેઝિક સેલેરીના 1.16 ટકાથી વધુ
હોતું નથી. જોકે પેન્શન સ્કીમ માત્ર કર્મચારીને જ પેન્શન આપતી નથી. તે
ઈપીએફના મેમ્બર કર્મચારીને મર્યા બાદ તેના પરિવાર એટલે કે પત્ની કે પતિ અને
બાળકોને પણ પેન્શનનો લાભ મળે છે. તેને ફેમિલિ પેન્શન કહેવામાં આવે છે. તો ચાલો
જાણીએ ઈપીએસ અંતર્ગત ફેમિલિ પેન્શનનું હકદાર કોણ-કોણ હોય છે અને કયાં સુધી તેમને પેન્શનનો
લાભ મળે છે.
શું છે ફેમિલિ પેન્શન
મેમ્બર એમ્પલોઈ મર્યા બાદ તેની પત્નીને પેન્શન મળે છે. જો
એમ્પલોઈના બાળક છે તો તેના 2 બાળકોને પણ
25 વર્ષની ઉંમર સુધી પેન્શન મળે છે. જો એમ્પલોઈએ લગ્ન કર્યા
નથી તો તેના દ્વારા પીએફ અને પેન્શન માટે બનાવવામાં આવેલા નોમિનીને જિંદગીભર
પેન્શન મળે છે.
જો નથી કોઈ નોમિની
જો મેમ્બર એમ્પલોઈએ લગ્ન કર્યા નથી અને આ સિવાય તેણે કોઈ પીએફ
અને પેન્શનમાં નોમિની બનાવ્યા છે તો એવી સ્થિતિમાં પેન્શનના હકદાર મૃત એમ્પલોઈ પર
નિર્ભર તેની પર નિર્ભર
તેની માં કે પિતા હશે. જો પિતાનું મૃત્યુ થઈ જાય છે તો તેના પછી પેન્શન મૃત
એમ્પલોઈની માતને મૃત્યુ સુધી મળે છે.
જો કોઈને હોય બે પત્ની
જો કોઈ એમ્પલોઈની બે પત્ની છે તો તેના મૃત્યુ બાદ પેન્શનની
હકદાર તેની પ્રથમ પત્ની હશે. પ્રથમ પત્નીના મૃત્યુ બાદ તેની બીજી પત્નીને આ પેન્શન
મળશે.
ફેમિલિ પેન્શન માટે સર્વિસની નથી લિમિટ
ઈપીએફએ ફેમિલિ પેન્શન માટે ન્યુનતમ 10 વર્ષની સર્વિસ જરૂરી છે. એટલેકે 10 વર્ષ પુરા થઈ ગયા બાદ જો એમ્પલોયનુ મૃત્યુ થઈ જાય તો તેના
પરિવારને પેન્શનનો
લાભ મળશે. જોકે એમ્પલોઈને પેન્શન ત્યારે મળે છે જયારે તેણે ઓછામાં ઓછા 10 વર્ષની નોકરી કરી હોય છે.
પત્ની કરી લે બીજા લગ્ન
જો મૃત્યુ પામેલા એમ્પલોઈની પત્ની કે પતિનું મોત થઈ જાય છે
અથવા તો બીજા લગ્ન કરી લે તો તેના બાળકોને પેન્શનનો લાભ મળતો રહે છે. મૃત્યુ પામેલા
એમ્પલોઈના કોઈ પણ પ્રકારની પરમનન્ટ ડિસએબિલિટીથી ગ્રસ્ત બાળકને પેન્શનનો લાભ સમગ્ર
જીંદગી દરમિયાન આપવામાં આવે છે.