ધો. ૯ અને ૧૧ માં NCERTનો કોર્ષ
સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ નિર્ણય અનુસાર શૈક્ષણિક વર્ષ જુન ૨૦૧૮ થી ધો. ૯ માં ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ અંગ્રેજી તથા ધો. ૧૧ (વિજ્ઞાન પ્રવાહ) માં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને અંગ્રેજી વિષયોમાં NCERTનાં પાઠ્યપુસ્તકો તેમજ રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય માટે NCERTની પ્રયોગપોથીઓનો અમલ કરવાનો થાય છે. તે જ રીતે શૈક્ષણિક વર્ષ જુન- ૨૦૧૯ થી ધો. ૧૦ અને ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) મા ક્રમશઃ અમલ કરવનો થાય છે. આ ઉપરાંત, ધો. ૯ થી ૧૨ માં અંગ્રેજી માધ્યમ સિવાયની શાળાઓ માટે ગુ. રા. શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકશિત અંગ્રેજી (દ્વિતીય ભાષા)નાં પાઠ્યપુસ્તકનો અમલ કરવાનો થાય છે.
આ બાબત નો શિક્ષણ વિભાગનો પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો.