School Staff Affidavite



શાળાના તમામ શિક્ષક સહિત કર્મચારીઓને કેમ કરવી પડશે એફિડેવિટ?
અમદાવાદ: દિલ્હીમાં બનેલી ગુરગાંવની રેયાન સ્કૂલમાં વિદ્યાર્થી પ્રધ્યુમનની હત્યા બાદ રાજ્યભરની દરેક શાળાઓમાં સલામતી અને સુરક્ષાના ભાગરૂપે ગાઇડલાઇન જાહેર કરાઇ. ગાઇડલાઇનમાં શાળાના શિક્ષકો સહિતના તમામ સ્ટાફની માહિતી રેકોર્ડ સહિતના અનેક મુદ્દા આવરી લેવાયા છે. હવે રાજ્ય શિક્ષણ બોર્ડના આદેશ મુજબ રાજ્યની તમામ શાળાના કર્મીઓએ પોતે કોઈ ગુનાના આરોપી નથી અને પોલીસ કે થયો હોય તો તેની વિગતો વિગેરેની માહિતી આપતું બાંયધરીપત્ર (સોગંદનામું) આગામી સપ્તાહમાં રજૂ કરી દેવું પડશે.
પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામક એનઆઇ જોષીએ જણાવ્યું હતું કે તેના માટે પોલીસ વિભાગના એનઓસી રજૂ કરવાની જરૂર નથી. જે કર્મી બાંયધરી પત્ર આપશે તે પોતે તેણે આપેલી માહિતી બદલ અંગત રીતે જવાબદાર રહેશે. શિક્ષણ કર્મીએ બાંહેધરી પત્રમાં તેમના ઉપર પોલીસ કેસ થયો છે કે નહીં થયો હોય તો તેની વિગતો અને ના થયો હોય તે અંગે લખાણ સાથેની એફીડેવીટ રજૂ કરવાની રહેશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શારીરિક સલામતી, ભાવનાત્મક સલામતી આપતી, કટોકટી અને સામાજિક સલામતી માટે સાયબર સેફટી સહિત પાંચ પ્રકારે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી ચુસ્તપણે જાળવવા માટે રાજ્યની તમામ શાળાઓને તાકીદ કરી છે. જો ગાઇડલાઇન મુજબ બાળક સુરક્ષા કે સલામતીના કાયદા માટે શાળા પણ બાંયધરી નહીં આપે કે અનિચ્છા દર્શાવશે તો તે શાળાની માન્યતા રદ કરાશે.
દરેક શાળાઓએ તેમના જૂના કર્મચારી અને એક નવા નિમણૂક પામેલા કર્મચારી પાસેથી (Posco protetion of chilldren from social affene) કાયદા હેઠળ કે અન્ય કોઇ ગંભીર ગુનામાં આરોપી નથી તેવું સર્ટિફિકેટ (એફિડેવિટ) મેળવી લેવાનું રહેશે. જે વિભાગને રજૂ કરવું પડશે.
પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક વિભાગ સુધી વોશરૂમ, ટોઇલેટ અને પાણીના રૂમ આગળ મહિલા કર્મચારીની હાજરી દરેક શાળામાં ફરજિયાત કરાઇ છે. જે વિદ્યાર્થી સ્કૂલ બસમાં આવતા હશે તેની જવાબદારી શાળાની રહેશે. બાળક બસમાંથી બસ અને ઘેર પહોંચે ત્યાં સુધી શાળાએ જવાબદારી નિભાવની પડશે.
આગામી દસ દિવસમાં તમામ શાળાના આચાર્યોએ વિભાગ તરફથી આપવામાં આવેલી સલામતી સુરક્ષાની વિગતો મોકલી આપવાની રહેશે.

Read the source