બોર્ડ આવેદનપત્ર (ફોર્મ) અંગે
તા: ૧૧-૧૦-૨૦૧૭ થી એસ.એસ.સી.ના ઉમેદવારો માટે ઓનલાઈન આવેદનપત્રો ભરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવેલ છે. આજ દિન સુધીમાં ૬,૭૦,૧૬૮ ફોર્મ ભરાયેલ છે. છેલ્લી તારીખ: ૧૦-૧૧-૨૦૧૭ રાખવામાં આવેલ છે. જે ફોર્મ ભરાયેલ છે તેમાં મોટી સંખ્યા રેગ્યુલર વિદ્યાર્થીઓની છે. રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ ઓછી છે. આ બાબતે બોર્ડ દ્વારા શાળાના આચાર્યોને વિનંતી કરાઈ છે કે રીપીટર વિદ્યાર્થીઓને જરૂરી સુચના આપી તેઓના ફોર્મ પણ સમય મર્યાદામાં ભરાય. અને આચાર્યશ્રીઓ દ્વારા એપ્રુવલ આપવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા જણાવાયું છે. કારણ કે છેલ્લા દિવસોમાં નેટ અને સર્વરને લગતી મુશ્કેલી નિવારી શકાય.
આ બાબતનો બોર્ડ દ્વારા પ્રકાશિત પરિપત્ર જોવા અહી ક્લિક કરો.
બોર્ડની વેબસાઈટની મુલકાત લેવા અહી ક્લિક કરો