Indian Team Record



વનડેમાં ભારતીય ટીમે મારી 300ની સેન્ચ્યુરી, પાકિસ્તાન 69 પર

ભારતે મોહાલી વન-ડેમાં 392 રન બનાવવાની સાથે વન-ડે ક્રિકેટમાં 100મી વખત 300 કે તેથી વધુ વખતનો સ્કોર કરવાની અનોખી સિદ્ધિ મેળવી હતી. આ રેકોર્ડ એક માત્ર ભારતીય ટીમના નામે છે. બીજા નંબરે ઓસ્ટ્રેલિયા છે જેણે 96 વખત 300 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો છે.
આ લિસ્ટમાં સાઉથ આફ્રિકા 79 વખત, પાકિસ્તાન 69 વખત, શ્રીલંકા 66 વખત, ઇંગ્લેન્ડ 58 વખત અને ન્યૂઝીલેન્ડ ૫૨ વખત 300 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો છે. ભારતીય ટીમે આ ઉપરાંત ભારતીય ટીમે પાંચ વખત 400 કે તેથી વધુનો સ્કોર પણ નોંધાવ્યો છે. ભારતે સૌથી પહેલાં 1996માં પોતાની 283મી વન-ડે મેચ દરમિયાન શારજાહમાં 305 રન બનાવ્યા હતા.