Science Fail Exam



ધો ૧૨ વિજ્ઞાન પ્રવાહ નાપાસ વિદ્યાર્થીઓ



ગુજરાત માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ઓક્ટોબર-૨૦૧૧થી ઉ.માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવથી સેમેસ્ટર પદ્ધતિ અમલમાં આવેલ હતી. ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ થી વર્ષ ૨૦૧૬-૧૭નાં વર્ષથી સેમેસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવેલ છે. ૧ થી ૪ સેમેસ્ટરનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને વિજ્ઞાન પ્રવાહમાં ૧ થી ૪ સેમેસ્ટરની પરીક્ષાના તમામ વિષયોમાં ઉપસ્થિત રહ્યા બાદ અનુત્તીર્ણ થયેલ તથા જુલાઈ ૨૦૧૭ અને તે પહેલાની જુલાઈ પુરક પરીક્ષામાં અનુત્તીર્ણ થયેલ ઉમેદવારોની ખાસ પરીક્ષા એપ્રિલ ૨૦૧૮ માં જે તે જીલ્લા મથકના પરીક્ષા કેન્દ્ર ખાતે લેવાશે. સદર પરીક્ષામાં ઉપસ્થિત થવા માંગતા ઉમેદવારો માટેના આવેદન પત્ર બોર્ડ ની વેબસાઈટ ઉપર તા: ૧૫-૧૨-૨૦૧૭ થી ૩૧-૧૨-૨૦૧૭ સુધી ઓનલાઈન ભરાવનો સમયગાળો નિયત કરેલ છે.

આ માટેનો બોર્ડનો પરિપત્ર જોવા અહી ક્લિક કરો
બોર્ડની વેબસાઈટની મુલાકાત લેવા અહી ક્લિક કરો