ISRO 100th Satellite



ઈસરો આજે 100માં અને કુલ 31  ઉપગ્રહોનું એકસાથે કરશે પ્રક્ષેપણ
ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) આજે 12 જાન્યુઆરી તેના પોતાના સેટેલાઈટ લોચિંગ વ્હીકલ (પીએસએલવી) દ્વારા 31 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરનાર છે. આજે સવારે 9.28 વાગે થનારા પ્રક્ષેપણ માટે કાઉન્ટ ડાઉનનો આરંભ થઈ ગયો છે. ઈસરોએ તેની સત્તાવાર વેબસાઈટ પર અંગેની જાહેરાત કરી છે.
પ્રક્ષેપણમાં ઈસરો 100માં ઉપગ્રહને અંતરીક્ષમાં મુકશે. પ્રક્ષેપણ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સ્ટેશનેથી હાથ ધરવામાં આવનાર છે. પોલાર સેટેલાઈટ લોંચ વ્હીકલ (પીએસએલવી) સી-40 ત્રણ સ્વદેશી અને 28 વિદેશી ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે. 28 વિદેશી ઉપગ્રહોમાં કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અમેરિકાના ઉપગ્રહનો સમાવેશ થાય છે.
સેટેલાઈટ સેન્ટરના ડાયરેકટર એમ.અન્નાદુરાઈએ જણાવ્યું હતું કે પ્રક્ષેપણ થનાર માઈક્રો ઉપગ્રહ ભારતનો 100મો ઉપગ્રહ હશે.  તે નેવીગેશન માટેના ઉપગ્રહ કાર્ટોસેટ-2 સીરીઝ મિશનનું પ્રાથમિક ઉપગ્રહ છે. સાથે 100 કિલોના માઈક્રો અને 10 કિલોના નેનો ઉપગ્રહનું પણ પ્રક્ષેપણ કરવામાં આવનાર છે.

અન્નાદુરાઈએ જણાવ્યું હતું કે 31 ઓગસ્ટ 2017 હીટ શીલ્ડ અલગ થવાને લીધે પૃથ્વીની નીચી કક્ષામાં આઠમાં નેવીનેગશન ઉપગ્રહનું પ્રક્ષેપણ નિષ્ફળ રહ્યું હતું.