Samsung On 7 Prime



સેમસંગે લોન્ચ કર્યો શાનદાર સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ અને કિંમત
સેમસંગ ઈન્ડિયા પોતાનો ગેલેક્સી ઓન સીરીઝ હેઠળ ભારતીય બજારમાં નવો સ્માર્ટફોન ગેલેક્સી ઓન7 પ્રાઈમજાન્યુઆરીના બીજા સપ્તાહમાં લોન્ચ કરશે. ફોન એક્સક્લૂઝી તરીકે એમેઝોન ડોટ ઈન પર વેચાણ શરૂ કરશે.
સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો રિયર અને ફ્રંટ કેમેરા આપવામાં આવેલો છે, તેનું અપર્ચર એફ/1.9 હશે. ડિવાઈસની સ્ક્રીન 5.5 ઈંચની હશે જે ફુલ એચડી ડિસ્પ્લે હશે. ગેલેક્સી ઓન7 પ્રાઈમની કિંમત લગભગ 15,000 રૂપિયા છે.
તેમજ સ્માર્ટફોનમાં 2 વેરિયેન્ટ છે જેમાં એક 3જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વાળો સ્માર્ટફોન છે અને બીજો 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વાળો સ્માર્ટફોન છે. તમને જણાવી દઈએ કે ગેલેક્સી ઓન મેક્સને 2017માં 16,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. નવો ગેલેક્સી ઓન7 પ્રાઈમની સાથે સેમસંગ મિડ રેન્જ સેગમેન્ટમાં પોતાના સ્થાનને મજબૂત કરવા માંગે છે.