Adhar Update Costly



આધાર કાર્ડ અપડેટ કરવું હવે મોંઘુ થશે
કાર્ડને અપડેટ કરવું પણ હવે ટૂંક સમયમાં મોંઘુ થઈ જશે. યુનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) આધારને અપડેટ કરવા માટે 18 ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. નિર્ણયને પગલે આધાર કાર્ડ અપડેટ કરાવવું વધુ રૂ. પાંચ મોંઘુ થશે.
હાલમાં આધાર કાર્ડ અપટેડ કરવા માટેની ફી રૂ. 25 છે. હવે 18 ટકા જીએસટી અમલમાં આવતાં કુલ ફી રૂ. 30 થઈ જશે. ફકત ડીટેલ્સ અપડેટ કરાવવા માટે  જીએસટી લાગુ પડશે. યુઆઈડીએઆઈએ તેના ટ્વિટર હેન્ડલ પર માહિતી પૂરી પાડી છે. જોકે આધારમાં નામ નોંધાવવા માટે જીએસટીની જરા પણ ચુકવણી કરવી નહીં પડે. રીતે નામની નોંધણી મોંઘી નહીં થાય.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આધારમાં નામ, જન્મતારીખ, સરનામું, જાતિ, મોબાઈલ નંબર અને  ઈમેલ એડ્રેસની ડીટેલ્સ અપડેટ કરાવવા માટે 18 ટકા જીએસટીની ચુકવણી કરવાની રહેશે. માટે હાલમાં રૂ. 25 ફી વસુલ લેવાય છે. હવે 18 ટકા જીએસટીના અમલનો અર્થ થાય છે રૂ. 4.50. રકમ કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે રૂ. 5 કરાઈ છે.

આનો અમલ આગામી અઠવાડિયાથી  કરાય તેવી શક્યતા છે. યુઆઈઈડીએઆઈએ આધારને લગતી ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 1947 જારી કર્યો છે. આધાર કાર્ડ માટે વધારે પડતો ચાર્જ વસુલ લેવાતો હોય તો તેની ફરિયાદ નંબર પર કરી શકાય છે.