બોર્ડ પરીક્ષાના નિયમો
ગુજરાત શિક્ષણ
બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો
બાકી છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાને લઇને નિયમો જાહેર કર્યા છે. માર્ચથી
બોર્ડ પરીક્ષાની શરુ થવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો કરે તેવા
કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
જો કોઈ વિદ્યાર્થી
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરે તો તેને કયા પ્રકારની સજા કરવી તેની પણ જાહેરાત~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~ કરાઈ છે. કોઈ વિદ્યાર્થી વર્ગખંડમાં અન્ય કોઈ વિદ્યાર્થી સામે ઈશારો કરતા ઝડપાશે
તો તેની પરીક્ષા રદ કરવાના પગલાં લેવામાં આવશે.
ગયા વર્ષે અનેક
વિદ્યાર્થીઓ સ્માર્ટફોન કેલ્ક્યુલેટર કેમેરા સાથે ઝડપાયા હતા. જેને ધ્યાનમાં લઇને
બોર્ડ મોબાઇલ કે કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે વિદ્યાર્થી ઝડપાય તો તેના
માટે કડક નિયમો~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~જાહેર કર્યા છે, એટલું જ નહીં ત્યાર પછીના બે વર્ષ માટે
વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. પરીક્ષાર્થી પરીક્ષાખંડમાં
પ્રશ્નપત્ર કે ઉત્તરવહી બહાર ફેંકી હોય તો તેનું સમગ્ર પરિણામ રદ કરી દેવામાં આવશે
તે સિવાય વિદ્યાર્થી કે તેની સાથેનો અન્ય વિદ્યાર્થી તેની ઉત્તરવહી ફાડી નાખે તો
તેનું સમગ્ર પરિણામ રદ થશે. ઉપરાંત ઉત્તરવહી કે સપ્લીમેન્ટરી ચાલુ પરીક્ષાએ
વિદ્યાર્થી પરીક્ષા કે નિરીક્ષકને આપ્યા વગર જતો રહે તો તેની પરીક્ષાનું પરિણામ રદ
કરીને અન્ય એક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
ઉપરાંત પરીક્ષા
દરમિયાન જો કોઈ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીની ઉત્તરવહી ઝૂંટવી લે તો તે વિદ્યાર્થીનું
પરિણામ રદ થશે. જો વિદ્યાર્થી પરીક્ષાખંડમાં હથિયાર લઈને આવે અથવા હિંસક પ્રવૃત્તિ
આચરે તો તેની જે તે પરીક્ષા રદ કરી કાયમ માટે જેને એક્ઝામમાં બેસવા દેવામાં આવશે
નહીં.
જો કોઈ વિદ્યાર્થી
પેપર તપાસનારા લોકોને લાંચ આપવાના ઇરાદાથી ઉત્તરવહી સાથે પૈસા ચોંટાડે તો તેની
પરીક્ષા રદ થશે. સીસીટીવી ફુટેજમાં જો કોઈ વિદ્યાર્થી ઈશારો કરતો ઝડપાયો હતો તેનું
જે તે વિષયનું પરિણામ રદ થશે. પરીક્ષાખંડમાં જો કોઈ વિદ્યાર્થી ઇલેક્ટ્રોનિક
ગેજેટ્સ સાથે ઝડપાય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થવા ઉપરાંત વધુ બે વર્ષ
પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે.
શિક્ષણ બોર્ડ
દ્વારા શાળાના આચાર્ય પાસેથી પરીક્ષામાં ગેરરીતિ નહીં થાય તે પ્રકારની બાહેધરી
માંગવામાં આવી છે.
શિક્ષણ બોર્ડ
દ્વારા પ્રકાશિત નિયમો : ગુના અને સજા જાણવા
ફોટો લીંક પર
ક્લિક કરો