House Owner in Just 78



અહીં માત્ર 78 રૂપિયામાં બની શકશો ઘરના માલિક 
જો તમે ઇટલીના સુંદર ગામડામાં રહેવા માગો છો, તો તમારી પાસે છે એક સારી તક. અહી ફક્ત 78 રૂપિયામાં તમે તમારા ઘરના મલિક બની શકો છે. ઇટલીના સાર્ડિનિઆ આઇલેન્ડના પહાડો વાળા ઓલાલાઈમાં ખાલી પડેલા 200 મકાનો વેચવામાં આવ્યા છે. મકાનોને સસ્તી કિંમત પર વેચાણ કરીને અહી વસ્તી વધારવા માંગે છે.
ફેસલો મેયરે અહી ઘટતી આબાદીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પાછલા ત્રણ દાયકાથી અહીની આબાદી માત્ર 1300 થાઈઓ ગઈ છે. અમ પણ વધારે પડતા મધ્ય એજ વાળા છે, જેના છોકરાઓ બહાર રહી રહ્યા છે.
જોકે ઘર ખરીદવામાં એક શરત રાખવામાં આવી છે કે ઘર ખરીદ્યા બાદ ત્રણ વર્ષમાં તમારે તેના રિનોવેશન પાછળ 25000 ડૉલર એટલે કે 16 લાખ જેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે અને ઘરને તમે ખરીદ્યા બાદ 5 વર્ષ સુધી વેચી શકશો નહીં.
અહીં તમને સુંદર દરિયા કિનારો અને ભુમધ્ય સમદ્રનું વર્ષના 365 દિવસ રોમેન્ટિક વાતાવરણ મળશે. અને ઘર પણ વર્ષો જૂના પથ્થરમાંથી બનેલા છે. જે સમગ્ર શહેરને એન્ટિક અને જાજરમાન લૂક આપે છે. ગામની વસ્તી પાછલા 50 વર્ષમાં ઘટતા ઘટા માત્ર 2250થી 1300 સુધી રહી ગઈ છે. જેના કારણે સેંકડો ઘર અહીં ખાલી પડ્યા છે.
શહેરના મેયર એફિસિઓ આરબુએ કહ્યું કે, ‘મારો પ્રયાસ અમારી અનોખી પરંપરાને ભૂતકાળની ગર્તામાં સમાઈ જતા બચાવવા માટેનો છે.ઉલ્લેખનીય છે કે ઓલોલાઈ ગામ સાર્ડિઆનના કેટલાક બચી ગયેલા ગામમાંથી જે જ્યાં હજુ પણ ઈટાલીની વર્ષો જૂની પરંપરાઓ જેવી કે બાસ્કેટ બનાવવી, ટ્રેડિશનલ ક્રાફ્ટ્સ અને લોકલ માર્શલ આર્ટ શીખવવામાં આવે છે.
જો તમે પણ એવી જગ્યાએ જવાનું પસંદ કરતા હોવ કે જ્યાં ખૂબ ઓછા લોકો હોય અને ભીડભાડથી શાંતિના સ્થળે રહેવા માગતા હોવ તો ઇટલીનું ગામ તમારા બેસ્ટ છે અને જો કોઈ કારણસર ડીલ થાય તો ચિંતા નહીં કરવાની ઇટલીમાં આવા તો ઘણા સુંદર ગામ છે જે પ્રકારની સ્કિમ ચલાવી રહ્યા છે.