Use Smartphone Without Internet



હવે ઈન્ટરનેટ વગર કરો સ્માર્ટફોનનો રીતે ઉપયોગ
તમારે સ્માર્ટફોન કે ટેબલેટનો ઉપયોગ કરવા માટે હંમેશા ઈન્ટરનેટની જરૂર પડે છે, પરંતુ દર વખતે તમારા ડિવાઈસમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળે જરૂરી નથી. આજે અમે તમને જણાવીશું કે ઈન્ટરનેટ વગર તમે કેવી રીતે તમારા ડિવાઈસનો ઉપયોગ કરી શકો છો.
જીપીએસ નેવિગેશન :
તમે હંમેશા ગૂગલ મેપને નેવિગેશન માટે ઉપયોગ કરતા હોવ છો, પરંતુ બીજા દેશમાં ફરવા જતી વખતે તમારી પાસે ડેટા સિમ ના હોય, ત્યારે તમે શું કરશો? જો તમારી પાસે પ્રીપેડ સિમ ઉપયોગ કરતા હોય અને બેલેન્સ પુરુ થઈ ગયુ હોય તો શું કરશો? તેવામાં ગૂગલ મેપ તમને ઓપ્શન આપશે, જેમાં તમે અમુક એરિયાનો મેપ ડાઉનલોડ કરીને ઓફલાઈન ઉપયોગ કરી શકો છો.
તેના પછી તમને ડાઉનલોડનો એક ઓપ્શન મળશે. મેપ ડાઉનલોડ થયા પછી તેનો ઉપયોગ ઈન્ટરનેટ વગર પણ કરી શકો છો. તે સિવાય તમે MAPS.ME, Karta GPS અને HERE Maps જેવી એપનો ઉપયોગ પણ કરી શકો, જે ઓફલાઈન સર્વિસ આપે છે.
વીડિયો જોવા :
ઘણા લોકો સ્માર્ટફોનનો ઉપયોગ મૂવી, ટીવી શો અને અન્ય વીડિયો જોવા માટે કરતા હોય છે. ઈન્ટરનેટ ક્નેક્ટ થયા પછી તમે એપ પર પોતાની પસંદ મુજબ વીડિયો સ્ટ્રીમ કરી શકો છો, પરંતુ તેમાં કેટલીક એપ એવી છે, જે તમેને વીડિયો ડાઉનલોડ કરવાનું ઓપ્શન આપે છે. ઓપ્શનથી તમે વીડિયો ડાઉનલોડ કરીને ઓફલાઈન પણ જોઈ શકો છો.
યૂ-ટ્યૂબ વીડિયો ઓફલાઈન સેવ કરવાનું ઓપ્શન આપે છે. તેનાં માટે તમારે વીડિયોની નીચે એક ડાઉનલોડ લિંક દેખાશે, ત્યાં વીડિયો ઓફલાઈન સેવ કરીને ઈન્ટરનેટ વગર તમે વીડિયો જોઈ શકો છો. જો કે, વીડિયો બીજી કોઈ એપ પર નહીં જોઈ શકાય.
મ્યૂઝિક સાંભળવું :
પ્લેસ્ટોર પર કેટલીક એવી એપ છે, જે સબ્સક્રિપ્શન બેસ ઓપ્શન સર્વિસ આપે છે. એપ પર તમે મ્યૂઝિક ટ્રેક્સ ડાઉનલોડ કરી તેને ઓફલાઈન પણ સાંભળી શકો છો. તમે ગાના, વિંક, સાવન અને હંગામા જેવી એપ ટ્રાઈ કરી શકો છો. એપ આઈઓએસ અને એન્ડ્રોઈડ માટે એકદમ ફ્રી છે. એપ હિન્દી, ઈંગ્લિશ અને કેટલીક રીજનલ લેંગ્વેજમાં પણ ઓપરેટ છે.
તમે હવે મ્યૂઝિક ટ્રેક સિલેક્ટ કરશો તો તમને તેની આગળ ડાઉનલોડ બટનનું આઈકોન દેખાશે. અહીંથી તમે ગીત ડાઉનલોડ કરી શકો છો. જો કે, વીડિયોની જેમ ગીતો પણ એપની અંદર સાંભળી શકાશે. તે ફોનનાં મ્યૂઝિક પ્લેયર પર ઓપરેટ નહીં થાય.
મલ્ટીપ્લેયર ગેમિંગ :

જો તમે ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી વગર પોતાની સાથે બેઠેલા મિત્રોની સાથે મલ્ટીપ્લેયર મોડ પર ગેમ રમવા માંગતા હોય તો તમે શું કરશો? માર્કેટમાં કેટલીક એવી ગેમ છે, જેને તમે બ્લૂટૂથ કનેક્શનથી રમી શકો છો અને તેમાં ડેટાનો ઉપયોગ પણ નહીં કરવો પડે.