12 Sci SK



ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ સંસ્કૃત (૧૨૯)
ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડને રાજ્યમાં બોર્ડની માન્યતા મેળવવા માટે શાળાઓ તરફથી દરખાસ્ત મળે છે ત્યારે સંબંધિત શાળાઓ દ્વારા કયા માધ્યમમાં શિક્ષણ આપવામાં આવશે તે અંગેની સ્પષ્ટતા કરેલ હોય છે. અને તેના આધારે બોર્ડ દ્વારા અન્ય શરતોને આધીન રહીને શાળાની મંજૂરી આપવામાં આવે છે.
ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપતી સંસ્થાઓએ દ્વિતીય ભાષા સિવાયના વિષયો ગુજરાતી માધ્યમમાં ભણાવવાના રહે છે. અને તે જ પ્રમાણે અંગ્રેજી માધ્યમની શાળાઓએ જે પ્રવાહના વિષયો ભણાવતા હોય તે વિષયનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં આપવાનું રહે છે. અંગ્રેજી માધ્યમની શાળાઓ કે જે જેઓ સંસ્કૃત વિષય ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભણાવે છે તેઓને પણ આ બાબત લાગુ પડે છે. પરીક્ષાના માધ્યમ તરીકે પણ શિક્ષણના માધ્યમ તરીકે જે ભાષા ચાલતી હોય તે જ ભાષામાં વિદ્યાર્થી ભણતો હોય તે શાળામાં સંસ્કૃત વિષય ભણતા ઉ.મા. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ બોર્ડની જાહેર પરીક્ષામાં સંસ્કૃત (૧૨૯) વિષયના પ્રશ્નપત્રના જવાબો પણ શાળા દ્વારા અપાતા શિક્ષણના માધ્યમમાં જ લખવાના રહેશે.
આ બાબતે બોર્ડ દ્વારા જે પરિપત્ર જાહેર કરાયો છે તે ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

આ બાબતનો વિડીયો જોવા અહી ક્લિક કરો