Google New OS Android Pie



ગૂગલની નવી ઑપરેટિંગ સિસ્ટમ Android  Pie
ગૂગલની નવી ઑપરેટિંગ સિસ્ટમ Android  Pie છે, તે વાત હવે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. ઑપરેટિંગ સિસ્ટમ વર્ષે લોન્ચ કરવામાં આવી શકે છે. નવી ઑપરેટિંગ સિસ્ટમ પિક્સલ ફોન્સ માટે ઉપલબ્ધ છે. કંપનીનો બીટા પ્રોગ્રામ સાઇન કરનારા યૂઝર્સને પણ વર્ષે ઑપરેટિંગ સિસ્ટમની અપડેટ મળી જશે. જાણો, નવી ઑપરેટિંગ સિસ્ટમ Android Pieના ફિચર્સ વિશે...
નોટિફિકેશન અને સ્માર્ટ રિપ્લાઇ:
ગૂગલે થોડા સમય પહેલા ઈનબોક્સ, જી-મેઈલ અને અલો પ્લેટફોર્મ્સ માટે Smart Reply ફીચર આપ્યુ હતું. સ્માર્ટ રિપ્લાય ફીચરના માધ્યમથી મશીન લર્નિંગનો ઉપયોગ કરીને મેઈલ અને ચેટ માટે ઓટોમેડેટ જવાબ દેખાય છે. હવે ફિચર મેસેજીસમાં પણ આવી ગયું છે. ફિચરથી મેસેજ ટાઈપ કરવામાં લાગતો સમય બચી જશે.
Android Pie સાથે યુઝર્સ હવે સ્ક્રીન પર ઉપરથી નીચેની તરફ સ્વાઈપ કરીને મેસેજ નોટિફિકેશનમાં ફોટો જોઈ શકશે. પહેલા શક્ય નહોતું. અત્યારે યુઝરે નોટિફિકેશનમાં અટેચમેન્ટ જોવા માટે તેને ઓપન કરવી પડતી હતી.
નૉચ ડિસ્પ્લે:
ગૂગલ પણ Appleના રસ્તે જઈ રહ્યું છે. Android Pie ડેવલોપર પ્રિવ્યૂ 1માં ડિસ્પ્લે કટઆઉટ સપોર્ટ આપવામાં આવ્યો છે. નવા OS વર્ઝન સાથે ફુલ સ્ક્રીન સ્માર્ટફોન્સમાં સ્પીકર અને ફ્રંટ માટે અલગ સ્પેસ સાથે સપોર્ટ મળશે.
સિંગલ અને ગ્રુપ મેસેજ:
Android Pie આવ્યા પછી એન્ડ્રોઈડ યુઝર્સ નોટિફિકેશન ટ્રેમાં જોઈ શકશે કે કયો મેસેજ વન-ટુ-વન છે અને કયો ગ્રુપ મેસેજ છે.
iPhone Xની જેમ ટેક્સ્ટ ઝૂમ:
ફીચર વિષે બ્લોગમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો પરંતુ iPhone જેવા ફિચરથી યુઝર્સને ટાઈપિંગ કરતા સમયે વધારે સ્પષ્ટ લુક મળશે.
નવા WiFi પ્રોટોકોલ માટે સપોર્ટ:
Android Pie સાથે IEEE 802.11mc WiFi પ્રોટોકોલ માટે સપોર્ટ મળશે, જેને Wifi_33 Round-Trip-Time(RTT) તરીકે પણ ઓળખવામાં આવે છે. આનાથી ડેવલોપર્સ એપ્સમાં ઈનડોર પોઝિશનિંગનો ફાયદો લઈ શકશે. આનાથી એપની અંદર મેપ્સ દેખાશે.
ઈમેજ કંપ્રેશન ટેક્નોલોજી:
Android Pie સાથે ફોટો ટ્રાન્સફર કરતી વખતે વધારે ડેટા બચશે અને તેની સાથે હેન્ડસેટમાં સ્પેસ પણ ઓછી રોકાશે. Android Pieના HEIF ઈમેજ એનકોડિંગ સપોર્ટને કારણે થશે. પહેલા એપલ પણ ફિચર અપનાવી ચુક્યું છે.
મલ્ટીપલ સપોર્ટ:
Android Pie સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપનું રિઝલ્ટ વધારે સારું મળશે. આજકાલ લગભગ દરેક ફ્લેગશિપ અને મિડ-રેન્જ સ્માર્ટફોનમાં ફિચર આપવામાં આવે છે. ડેવલોપર્સ હવે પોતાની એપ્સમાં મલ્ટીપલ કેમેરા માટે સપોર્ટ આપી શકે છે.
સેટિંગ પેજ:
સેટિંગ પેજનો લુક પણ બદલાયો છે. પેલેટ્સ હવે મલ્ટી-કલરમાં આવી ગયા છે. વોલ્યુમ સ્લાઈડર પણ હોરિઝોન્ટલના સ્થાને વર્ટિકલ પોઝિશનમાં છે. Source