College Fees Document Rerurn



કોલેજોએ ફી અને પ્રમાણપત્રો પરત કરવા પડશે : જાહેરનામું

ખાનગી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ કેન્સલ કરે તો ફી અને પ્રમાણપત્રો પરત આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાની ઉઠેલી ફરિયાદો બાદ યુનિવર્સિટી ગ્રાંટ કમિશને એચ.આર.ડી.સી.ના આદેશથી જાહેરનામું કરીને કોલેજોને આદેશ કર્યો છે કે, કોલેજોએ વિદ્યાર્થીઓને ફી અને પ્રમાણપત્રો સમયસર પરત કરવાની રહેશે.
ખાનગી કોલેજો દ્વારા વિદ્યાર્થી પ્રવેશ લઈ લે ત્યારબાદ જો કોઈ કારણસર પ્રવેશ કેન્સલ કરે તો તેણે ભરેલી ફી પાછી નથી આપવામાં આવતી. ઉપરાંત લાંબો સમય સુધી તેના પ્રમાણપત્રો પણ પરત કરવામાં આવતા નથી. અંગે અગાઉ નિયમો જાહેર કર્યા બાદ યુનિવર્સિટી ગ્રાંટ કમિશને હવે જાહેરનામું કરી ફી અને પ્રમાણપત્રો પરત આપવા માટે ખાનગી કોલેજોને ફરજ પાડી છે.  માટે ખાસ નિયમો જાહેર કર્યા છે જેમાં વિદ્યાર્થીની ફરિયાદોને આધારે કડક કાર્યવાહી કરી શકાશે. કોઈ કોલેજમાં છાત્ર પ્રવેશ લે અને ૧૫ દિવસમાં તે કોઈ કારણસર કોલેજ છોડવાનું નક્કી કરે તો તેને ૧૦૦ ટકા ફી પરત આપવાની રહેશે તેમજ સાથો સાથ અસલ પ્રમાણપત્રો પણ આપી દેવાના રહેશે. એડમિશનના એક માસ બાદ છાત્ર કોલેજ છોડે તો વિદ્યાર્થીને ૫૦ ટકા ફી પરત આપવાની રહેશે.
યુજીસીનો આદેશ જે રીતે રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને ફી વધારા સામે રક્ષણ આપવા એફઆરસીનો કાયદો બનાવ્યો તે પ્રકારને સંરક્ષણ આપવાનો પ્રયાસ છે. Source