Bank Holidays 2020


2020 Bank Holidays
નવું વર્ષ 2020 લાંબી રજાઓ લઇને આવી રહ્યું છે. જાન્યુઆરી 2020માં બેન્કોની લાંબી રજાઓ છે. રિઝર્વ બેન્કની વેબસાઇટ અનુસાર જાન્યુઆરીમાં 14 દિવસ બેન્ક બંધ રહેશે. દિવસોમાં બેન્કોનું કામકાજ બંધ રહેશે. તેમાં સરકારી અને ખાનગઈ બેન્કોની રજાઓ સામેલ છે. 10 રજાઓ, મહિનાના 2-4 શનિવાર અને દર રવિવારે પણ બેન્ક બંધ રહેશે. એટલે કે કુલ મળીને 14 દિવસ બેન્કોમાં કામકાજ નહી થાય. તેમાં ચાર રવિવાર સામેલ છે.
જો તમેપણ વર્ષના પહેલાં મહીના એટલે કે જાન્યુઆરીમાં બેન્ક સાથે સંકળાયેલા કામનું કોઇ પ્લાનિંગ કરી રહ્યા છો તો યાદી તૈયાર કરી લો. જાન્યુઆરીમાં 10 દિવસ બેન્કોમાં કામકાજ નહી થાય. તમને જણાવી દઇએ કે 10 રજા (Bank Holidays)માં અલગ-અલગ રાજ્યોમાં રજાઓની સાથે મહિનાનો બીજો અને ચોથો શનિવાર પણ સામેલ છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) માટે બેન્ક હોલીડે 2020 કેલેન્ડર (Bank Holidays 2020 Calendar) જાહેર કરી દીધું છે.
· જાન્યુઆરી 2020: 14 તારીખે મકર સંક્રાંતિની રજા છે. તેના બે દિવસ બાદ વીકએન્ડ છે.
· ફેબ્રુઆરી 2020: 21 તારીખે મહાશિવરાત્રિ છે અને 22 અને 23 તારીકે વીકએન્ડ છે.
· માર્ચ 2020: 7 અને 8 વીકએન્ડ ઓફ છે જ્યારે 10 તારીખે રજા છે.
· એપ્રિલ 2020: 2 એપ્રિલે રામ નવમી, 4 અને 5 તારીખે વીકએન્ડ ઓફ છે. 6 એપ્રિલે મહાવીર જયંતિ છે. 10 એપ્રિલે ગુડ ફ્રાઇડે છે. 11 અને 12 એપ્રિલે વીકએન્ડ ઓફ.
· મે 2020: 1 મે લેબર ડે, 2 અને 3 મે (વીકએન્ડ), 7 મે-બુદ્ધ પૂર્ણિમા, 9 અને 10 વીકએન્ડ છે.
· જૂન 2020:  મહિનામાં કોઇ ખાસ રજા નથી. મહિને તમારે ફક્ત તમારા વીકલી ઓફથી કામ ચલાવવું પડશે.
·  જુલાઇ 2020:  મહિનામાં તમને ફક્ત એક દિવસની રજા મળે છે. 31 જુલાઇએ બકરી ઇદની રજા છે.
· ઓગસ્ટ 2020: 1 થી 3 ઓગસ્ટ સુધી બકરી ઇદની રજા, વીકએન્ડ અને રક્ષાબંધનની રજા. 29 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી રજા છે.
· ઓક્ટોબર 2020: 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની રજા. 3 અને 4 ઓક્ટોબરે વીકએંડ. 24 અને 25 ઓક્ટોબરના રોજ વીકએન્ડ ઓફ છે.
· નવેમ્બર 2020: 13 તારીખે ધનતેરસ છે. 14 અને 15ના રોજ વીકએન્ડ ઓફ છે. 16 તારીખે ભાઇબીજ છે. 28-29 નવેમ્બરના રોજ વીકએન્ડ છે તો 30 તારીખે ગુરૂનાનક જયંતિ છે.
· ડિસેમ્બર 2020: વર્ષના સૌથી અંતિમ મહિનામાં 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ, 26 અને 27 તારીખે વીકએન્ડ છે.