બોર્ડનો આવકારદાયક નિર્ણય : ડુપ્લીકેટ માર્કશીટ
વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ અને
ધોરણ ૧૨ની ડુપ્લીકેટ માર્કશીટ લેવા માટે ગાંધીનગર સૂધી લાંબા થવાની જરૂર નહીં પડે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ ઘેરબેઠા જ મળી જાય તે
પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ટેસ્ટિંગ સફળ થયા બાદ આ સિસ્ટમ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા ૧૯૫૨ થી લઈને અત્યાર સુધીની તમામ માર્કશીટનું
ડિજીટાઇઝેશનનું કામ પૂર્ણ કરી દેવાયું છે. જેમાં અંદાજે પાંચ
કરોડ કરતા વધુ માર્કશીટ ઓનલાઇન~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~ઉપલબ્ધ કરવાની કામગીરી પૂર્ણ થતા ટેસ્ટીંગની પ્રક્રિયા
શરૂ કરાઇ છે. જેથી ટૂંક સમયમાં
વિદ્યાર્થીઓને આ સિસ્ટમનો લાભ મળશે અને વિદ્યાર્થીઓ નાણાં અને સમયનો વ્યય થતો
અટકશે.
શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં
આવેલી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા બાદ પરિણામ જાહેર કરાઈ છે. ઘણા કિસ્સામાં વિદ્યાર્થીઓની માર્કશીટ ખોવાઇ જાય કે ફાટી જાય તેવા
સંજોગોમાં વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ બોર્ડ દ્વારા આપવામાં આવતી હોય છે.
ડુપ્લીકેટ માર્કશીટ માટે વિદ્યાર્થીએ ગાંધીનગર સ્થિત બોર્ડની કચેરી સુધી લાંબા
થવું પડતું હતું. જ્યાં બોર્ડ દ્વારા વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલી માહિતીને
મેન્યુઅલી ચકાસણી કરી બે કલાકમાં જ વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ આપી દેવામાં
આવતી હતી.~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~ શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે
ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે ૧૯૫૨ થી લઈને અત્યાર સુધીની તમામ ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ નું ડિજીટાઇઝેશન
કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે પાંચ કરોડ જેટલી માર્કશીટના
ડિજીટાઇઝેશન ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે વિદ્યાર્થીઓને ઘેર બેઠા માર્કશીટ મળી
જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આદર્શ ઉત્તરવહી 12 પ્રેકટીસ પેપર