Difference of Flag Hoisting



સ્વતંત્ર દિવસ અને ગણતંત્ર દિવસના ધ્વજવંદનમાં ફર્ક
હાલ આખું ભારત જશ્ન-એ-આઝાદીની તૈયારીમાં લાગ્યું છેકાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી રાષ્ટ્રીય ઉત્સવના દિવસને શાનદાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છેદેશના રાષ્ટ્રીય પર્વ પર તિરંગો ફરકાવવાનો રિવાજ છે અને સંવિધાન મુજબ દેશમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારેગમે ત્યાં રાષ્ટ્રીય ધ્વજ કોઈપણ દબાણ વિના ફરકાવી શકે છે પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.

15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ઝંડા ફરકાવવામાં શું ફરક હોય?

15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય ધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામા આવે છેજેને 'ધ્વજારોહણકહેવાય છેજેના માટે અંગ્રેજીમાં Flag Hoisting શબ્દ વાપરવામાં આવે છે, ~આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે~જ્યારે 26 જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર ઝંડો ઉપરથી જ બાંધેલો હે છેજેને ખોલીને ફરકાવવામાં આવે છેજેને ઝંડો ફરકાવવો કહીએ છીએજેના માટે અંગ્રેજીમાં Flag Unfurling શબ્દ વપરાય છે.
 
સ્વતંત્રતા દિવસ પર પીએમ કરે છે ધ્વજારોહણ
સ્વતંત્રતા દિવસ(15 ઓગસ્ટ)ના દિવસે મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સામેલ થાય છેતેઓ લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે છે. જ્યારે ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ના દિવસે રાષ્ટ્રપતિ મુખ્ય કાર્યક્રમમાં સામેલ થાય છે, ~આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે~26 જાન્યુઆરીને જો કે દેશમાં સંવિધાન લાગૂ થવાના ઉપલક્ષ્‍યમાં મનાવવામાં આવે છેઆ દિવસે સંવૈધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છેજ્યારે પ્રધાનમંત્રી દેશના રાજનૈતિક પ્રમુખ હોય છે. 
બધા જ કાર્યક્રમ લાલ કિલ્લાથી

સ્વતંત્રતા દિવસના દિવસે પ્રધાનમંત્રી લાલ કિલ્લેથી જ દેશને સંબોધિત કરે છે. જ્યારે ગણતંત્ર દિવસના દિવસે મુખ્ય કાર્યક્રમ રાજપથ પર થાય છે. ~આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે~આ દિવસે રાષ્ટ્રપતિ રાજપથ પર ઝંડો ફરકાવે છે. ગણતંત્ર દિવસ પર રાજપથ પર વિવિધ પ્રદેશના ઝાંકિઓ નિકળે છેજે ગણતંત્ર દિવસનું મુખ્ય આકર્ષણ હોય છે.

ખાસ નોંધ : આ તમામ માહિતી અમને સોશિયલ મીડિયા થકી મળેલ છે તેથી જો આમાં કોઈ ક્ષતિ રહી જતી હોય તો અમારું ધ્યાન દોરશો. અમે રાષ્ટ્ર ધ્વજને સંપૂર્ણપણે માન આપીએ છીએ અને તેનું કોઈ પણ રીતે અપમાન કરવાની કોઈ પણ પ્રકારની ઇચ્છા ધરાવતા નથી. જો એવું કંઈક થતું હોય કે કોઈકની રાષ્ટ્ર ભાવનાને ઠેસ પહોંચતી હોય તો અમારું જરૂરથી ધ્યાન દોરશો. અમે જરૂરી સુધારાઓ આ પોસ્ટમાં ચોક્કસપણે કરીશું.