ધો. ૭ નું વેકેશન ગૃહકાર્ય
હાલમાં વિદ્યાર્થીઓને શાળામાં વેકેશન ચાલે છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ છે. આ સ્થિતિને જોતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને જાળવી રાખવા માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવેલ છે. જેમાં વોટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે ઇ-બુકની સુવિધા આપવામાં આવેલ છે.
આ જ પ્રયાસને આગળ વધારતા ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને આગળ વધારવા માટે દર અઠવાડિયે બી.આર.સી સી.આર.સી કો-ઓર્ડીનેટર મારફતે Whatsapp સોશિયલ મીડિયાના માધ્યમથી એક "Study From Home" દ્વારા Weekly Learning Material વિદ્યાર્થીઓ માટે વાલીઓને આપવાનું આયોજન છે. જે ચારથી પાંચ અઠવાડિયા સુધી ક્રમિક રીતે બી.આર.સી સી.આર.સી, કો-ઓર્ડીનેટરના માધ્યમથી આપવામાં આવશે.
જેમાં વિદ્યાર્થીઓને ક્રમિક શનિવાર સુધીમાં અગાઉ આપેલ કાર્ય પૂર્ણ કરશે અને પુનઃ શનિવારે આપવામાં આવેલ સાહિત્યનું કાર્ય એક સપ્તાહમાં પૂર્ણ કરવા જોડાશે આ માહિતી સાહિત્ય દ્વારા વાલીએ પોતાના બાળક પાસે પોતાના ઘરે રહીને અધ્યાપન કરાવવાનું અને તેમાં જણાવેલ સુચનાઓ મુજબ નો પ્રવૃત્તિ કાર્ય કરવાનું રહેશે.