ધોરણ-૫ નું વેકેશન ગૃહકાર્ય
Vacation Homework Of Std-5
હાલમાં વિદ્યાર્થીઓને શાળામાં વેકેશન ચાલે છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ છે. આ સ્થિતિને જોતાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને જાળવી રાખવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવેલ છે. જેમાં વોટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે ઈ-બુકની સુવિધા આપવામાં આવેલ છે. આ જ અભ્યાસને આગળ વધારતા ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને આગળ વધારવા માટે દર અઠવાડિયે Whatsapp અને સોશિયલ મીડિયાના માધ્યમથી એક Study From Home દ્વારા Weekly Learning મટીરીયલ વિદ્યાર્થીઓ માટે વાલીઓને આપવાનું આયોજન છે. જે ચાર થી પાંચ અઠવાડિયા સુધી આ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને ક્રમિક શનિવાર સુધીમાં અગાઉ આપેલ કાર્ય પૂર્ણ કરશે અને પુનઃ શનિવારે આપવામાં આવેલ સાહિત્યનું કાર્ય એક સપ્તાહમાં પૂર્ણ કરશે. આ માહિતી સાહિત્ય દ્વારા વાલીએ પોતાના બાળક પાસે પોતાના ઘરે રહીને અધ્યાપન કરાવવાનું છે અને તેમાં જણાવેલ સુચનાઓ મુજબનું પ્રવૃત્તિ કાર્ય કરવાનું રહેશે.
====================