Ghare Shikiye Std 3 July



ઘરે શીખીએ : ધોરણ ૩ : જુલાઈ આવૃત્તિ

નમસ્કાર!

આપનું બાળક હાલ ઘરે રહીને ભણી રહ્યું છે. તેનું શિક્ષણ ન બગડે તે માટે આપણે સૌ મથી રહ્યા છીએ. જો આપના બાળકને સરખુ વાંચતાં કે વાંચેલુ સમજતા ન ફાવે તો તેને મદદ કરશો. હાલ તમારે બાળકના વાલી ઉપરાંત માર્ગદર્શક પણ બનાવવાનું છે. વાલી મિત્રો, આ સાથે આપણે બીજું એ પણ ધ્યાન રાખવાનું છે કે બાળકને સમયસર પૌષ્ટિક આહાર મળતો રહે. ભણવાની સાથે સાથે તેના શારીરિક વિકાસ પણ અટકે નહીં તે માટે યોગ, કસરત અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ પણ કરે તેનું ધ્યાન રાખવું. બાળક સાથે તેના શીખવાના અનુભવોની વાતચીત કરવી.

આ સંપુટ ના છેલ્લા પાને બાળકની પ્રવૃત્તિઓની નોંધ કરવા માટેનું એક પત્રક આપેલ છે જે વાલીએ ભરવાનું છે.

આ “ઘરે શીખીએ” સંપુટ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે. આ જુલાઈ મહિનાનો સંપુટ એ સંપુટ ક્રમાંક ૦૨ છે. આ જ રીતે જુન મહિનાનો સંપુટ પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને આગામી માસમાં પણ સંપુટ પ્રકાશિત કરવામાં આવશે.

ધોરણ 1 થી 8 નાં બાળકો ઘરે શીખીએ’ નામની પુસ્તિકા સરકારી શાળામાં ભણતા દરેક બાળકના ઘરે આપવામાં આવી છે.  આ પુસ્તિકા સ્વનિર્ભર અને ગ્રાન્ટેડ શાળાનાં બાળકોને પણ મળે તે માટે દરેક સંચાલકને સોફ્ટ કોપી આપવી. વી વ્યવસ્થા ગોઠવવી.