ધો. ૯ થી ૧૨ એકમ કસોટી
જય ભારત સહ જણાવવાનું કે તમામ સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ અને સ્વનિર્ભર માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક સમાન રીતે ધોરણ ૯ થી ૧૨ માં એકમ કસોટી તેમજ
સત્રાંત અને વાર્ષિક પરીક્ષા લેવા બાબતે સંદર્ભ ૧ દર્શિત શિક્ષણ વિભાગના ઠરાવ થી
નિર્ણય કરવામાં આવેલ છે.
તમામ શાળાઓમાં હાલની Covid 19 ની પરિસ્થિતિમાં
વિદ્યાર્થીઓ દ્વારા હોમલર્નીંગ વધુ સારી રીતે થાય તે અંગે જરૂરી કાર્યવાહી કરવા
જણાવવામાં આવેલ છે. વર્તમાન પરિસ્થિતિમાં ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે હોમલર્નીંગ
કાર્યક્રમ દ્વારા અલગ-અલગ માધ્યમ દ્વારા શાળાઓ (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની
વેબસાઈટ જુઓ) શૈક્ષણિક કામગીરી કરી રહી છે. શૈક્ષણિક વર્ષ 2020માં તારીખ 29-07-2020 થી તારીખ 30-07-2020 દરમિયાન ધોરણ ૯ થી ૧૨ની પ્રથમ એકમ
કસોટી લેવાની થાય છે જેમાં નીચે મુજબના વિષયોના પ્રશ્નપત્રોની સોફ્ટ કોપી બોર્ડ દ્વારા
તૈયાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના અધિકારીક ઈ-મેલ એડ્રેસ પર પરીક્ષાના
બે-ત્રણ દિવસ પહેલા મોકલી આપવામાં આવશે. જેના સંચાલન નિયમો અને અભ્યાસક્રમ નીચે
પ્રમાણે રહેશે.
ઓફીશીયલ પરિપત્ર અને ટાઈમ ટેબલ માટે
ફોટો લિંક પર ક્લિક કરો