UT1 Std 3 GM



યુનિટ ટેસ્ટ ૦૧ : ધોરણ ૩

સમગ્ર શિક્ષા કચેરી દ્વારા Study From Home અંતર્ગત વીકલી લર્નિંગ મટીરીયલ વિદ્યાર્થીઓ માટે ઘરે બેસીને અભ્યાસ કરે તે હેતુથી તૈયાર કરવામાં આવેલ હતું. જે વિવિધ માધ્યમોથી સોફ્ટ મટિરિયલ દર શનિવારે વાલીઓને પહોંચાડવામાં આવ્યા. આ કાર્યમાં રાજ્યના ધોરણ થી ના 29 લાખથી વધુ બાળકો આ સોફ્ટ મટિરિયલ થી શૈક્ષણિક કાર્યમાં જોડાયા. 
જીસીઇઆરટી દ્વારા બાયસેગના માધ્યમથી ધોરણ ૩ થી ૯ અને ૧૧ વિવિધ વિષયો માટે વિડીયો લેક્ચર્સ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સ્વઅધ્યન માટે તૈયાર કરવામાં આવેલું વિડીઓ લેક્ચર્સ રાજ્યની વંદે ગુજરાત ચેનલ ઉપરાંત વિવિધ ખાનગી ટીવી ચેનલ મારફત પ્રસારિત કરવામાં આવેલા હતા.
સતત મૂલ્યાંકન એ અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાનો ભાગ છે. જેના આધારે વિદ્યાર્થીની કચાશ જાણીને ઉપચારાત્મક શિક્ષણકાર્ય થઇ શકે છે. આ એકમ કસોટી કોઈ ઔપચારિક પરીક્ષા નથી. પરંતુ સતત મૂલ્યાંકનનો ભાગ છે. આ કસોટીના પરિણામોના આધારે શિક્ષક ઉપરાંત વાલીઓ પણ પોતાના બાળકોની કચાશ જાણીને જરૂરી માર્ગદર્શન આપી શકે છે.



યુનિટ ટેસ્ટની સંપૂર્ણ માહિતી આપતો વિડીઓ અચૂક જુઓ