રાશન કાર્ડ – આધાર કાર્ડ લિંક
દેશમાં લગભગ ૨૪ કરોડ રાશન કાર્ડધારકોને
લઈને મોટા સમાચાર આવ્યા છે. દેશમાં રાસન કાર્ડને આધારથી લીંક કરવાની સમયસીમા ખતમ
થવા આવી છે. આ માટે હવે માત્ર થોડા દિવસનો જ સમય રહ્યો છે. આ દિવસોમાં તમે રાશન
કાર્ડ અને આધાર સાથે લિંક કરાવી શકશો, નહીં તો આવનારા દિવસોમાં રેશનકાર્ડ ધારકોને
સરકારી યોજનાઓનો લાભ મળી શકશે નહીં.
તો 30 સપ્ટેમ્બર પહેલા
તમારું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી લો તે જરૂરી છે. રાશનકાર્ડ હોલ્ડર જો
તેનો કાર્ડ આધાર સાથે લિંક નહીં કરે તો તમારું નામ રાશન કાર્ડમાંથી કાઢી લેવામાં
આવશે. હજી સુધી આ કામ કર્યું નથી તેઓ 30 સપ્ટેમ્બર પહેલાં
તેને લિંક કરાવી લે તે જરૂરી છે. કેન્દ્ર સરકારે આ નિયમને લઈને રાજ્ય સરકારને
એલર્ટ જાહેર કરી દીધું છે.
દેશમાં અત્યારે 23.5
કરોડ રાસન કાર્ડ ધારકો છે. તેમાંથી 90 ટકા લોકોએ આધાર
અને પાન સાથે લિંક કરી રાખ્યા છે.
૩૦ સપ્ટેમ્બર સુધીમાં કરી લો આધાર સાથે લિંક
લોકો સાર્વજનિક વિતરણ પ્રણાલીના આધારે
યોગ્ય દરની દુકાનોથી ખાદ્ય બજારમૂલ્યથી ઓછા રૂપિયામાં મેળવી શકે છે.
જાણો આધાર સાથે રેશન કાર્ડને લિંક કરવા તમારે કયા પાંચ કામ
કરવાના રહેશે?
1.
આધાર સાથે લિંક કરવા માટે પીડીએસ સેન્ટર પર રાશન કાર્ડની કોપી
અને પરિવારના દરેક સભ્યોના આધાર કાર્ડની કોપી જમા કરાવો.
2.
પરિવારના મુખ્ય વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝ ફોટો જોઈશે.
3.
બાયોમેટ્રિક મશીન પર આંગળી રાખીને ડેટા મેળવી શકાશે.
4.
અધિકારી તમારી વિગતો અને આધાર નંબર મેચ કરશે.
5.
રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર રાશન કાર્ડથી આધાર લીંકનો મેસેજ
આવતા તમારી પ્રોસેસ પૂર્ણ ગણાશે.
આધાર સાથે રાસન કાર્ડ લીંક નહીં હોય તો નહીં મળે આ સેવાનો
લાભ
કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના વન નેશન વન રેશન કાર્ડ માં 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જોડાયેલા છે. આ રાજ્યોમાં પોર્ટેબિલિટી સેવા શરૂ કરાઈ છે. દેશમાં માર્ચ 2020 સુધી ૮૧ કરોડથી વધુ લોકો આ યોજનામાં જોડાય તેવી શક્યતા છે. આ યોજના સાથે જોડાવા માટે દેશની અડધી વસ્તીને લાભ મળશે. કેન્દ્ર સરકારની કોશિશ છે કે 31 માર્ચ 2020 સુધીમાં દેશના દરેક રાજ્યને રાશન કાર્ડ યોજનાનો લાભ મળે.