UT3 STD9 GM



યુનિટ ટેસ્ટ ૦૩ પ્રશ્નપત્ર : ધોરણ ૯

સમગ્ર શિક્ષા કચેરી દ્વારા Study From Home અંતર્ગત વીકલી લર્નિંગ મટીરીયલ વિદ્યાર્થીઓ માટે ઘરે બેસીને અભ્યાસ કરે તે હેતુથી તૈયાર કરવામાં આવેલ હતું. જે વિવિધ માધ્યમોથી સોફ્ટ મટિરિયલ દર શનિવારે વાલીઓને પહોંચાડવામાં આવ્યા. આ કાર્યમાં રાજ્યના ધોરણ 3 થી 9 ના 29 લાખથી વધુ બાળકો આ સોફ્ટ મટિરિયલ થી શૈક્ષણિક કાર્યમાં જોડાયા. બાળકો તેમજ વાલીઓને નિયમિત રીતે શિક્ષકો દ્વારા ફોન સંપર્ક કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે વિસ્તારોમાં ઇન્ટરનેટ ની સમસ્યા હતી ત્યાં જિલ્લા કક્ષાએથી તાલુકા કચેરી મારફત વિદ્યાર્થીઓને સાહિત્યનો પ્રિન્ટ મટીરીયલ આપવામાં આવી હતી.

જીસીઇઆરટી દ્વારા બાયસેગના માધ્યમથી ધોરણ ૩ થી ૯ અને ૧૧ વિવિધ વિષયો માટે વિડીયો લેક્ચર્સ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સ્વઅધ્યન માટે તૈયાર કરવામાં આવેલું વિડીઓ લેક્ચર્સ રાજ્યની વંદે ગુજરાત ચેનલ ઉપરાંત વિવિધ ખાનગી ટીવી ચેનલ મારફત પ્રસારિત કરવામાં આવેલા હતા.

સતત મૂલ્યાંકન એ અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાનો ભાગ છે. જેના આધારે વિદ્યાર્થીની કચાશ જાણીને ઉપચારાત્મક શિક્ષણકાર્ય થઇ શકે છે. આ એકમ કસોટી કોઈ ઔપચારિક પરીક્ષા નથી. પરંતુ સતત મૂલ્યાંકનનો ભાગ છે. આ કસોટીના પરિણામોના આધારે શિક્ષક ઉપરાંત વાલીઓ પણ પોતાના બાળકોની કચાશ જાણીને જરૂરી માર્ગદર્શન આપી શકે છે.

શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત ગુજરાતીનું પ્રશ્નપત્ર


શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત વિજ્ઞાનનું પ્રશ્નપત્ર

યુનિટ ટેસ્ટની સંપૂર્ણ માહિતી આપતો વિડીઓ અચૂક જુઓ